Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

રોજ ૩૧ લીટર દૂધ આપતી રાધિકા છે બેસ્ટ ગાય

રાજકોટ તા. ૧૯ :.. સામાન્ય રીતે ગાય દિવસે ૧ર થી ૧પ લીટર દૂધ આપે એટલે માલધારી રાજીનો રેડ થઇ જાય, પણ મોરબીની ગીર ગાય રાધિકા એક દિવસમાં ૩૧ લીટર દૂધ આપીને ગુજરાતની શ્રેષ્ઠ ગાય પુરવાર થઇ છે. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવતા સર્વેમાં ગાયનું કદ, વજન, રંગ, ઊંચાઇ અને દૂધ તથા દૂધની ગુણવતાને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ બધામાં રાધિકા અવ્વલ દરજજાની પુરવાર થતાં એને રાજયની શ્રેષ્ઠ ગાય જાહેર કરવામાં આવી છે. રાધિકાનો ખોરાક પણ જાણવા જેવો છે. રાધિકા શિયાળામાં દરરોજ બે કિલો બીટ અને આઠ કિલો ગાજર ખાય છે. તો ઉનાળામાં એને શેરડી ખવડાવાય છે, જયારે ચોમાસામાં તાજું લીલુ ઘાસ અને ગોળ આપવામાં આવે છે. ગાયની તંદુરસ્તી એના પૂંછડાથી જોવાય છે. રાધિકાનું પૂંછડું છેક જમીનને સ્પર્શે છે.

(11:48 am IST)