Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

વડોદરામાં બે શંકાસ્પદની અટકાયત :મોલમાં બેગ પહોંચાડવા કર્મચારીને લાલચ ;પોલીસે આખો ગેલેક્ષી મોલ ખાલી કરાવ્યો

પોલીસે સમગ્ર મોલ ખાલી કરાવીને મોલને કોર્ડન પણ કર્યો ;બંનેની સઘન પૂછપરછ

વડોદરા :રાજ્યમાં આતંકી હુમલાની આશંકાને લઇને એલર્ટની વચ્ચે વડોદરામાં બે શંકાસ્પ્રદ લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ શકમંદ દ્વારા વાધોડિયા ખાતે આવેલા ગેલેક્ષીમોલમાં મોલના કર્મચારીઓને બેગમોલની અંદર પહોંચાડવા માટે રૂપિયાની લાલાચ આપી હતી જ્યારે કર્મચારીઓ દ્વારા ઇન્કાર કરતા બંન્ને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે બંન્ને શકમંદોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા પાસે આવેલા ગેલેક્ષીમોલમાં બે શંકાસ્પ્રદ ઇસમો દ્વારા એક બેગ મુકવાની લાલાચ કર્મચારીઓને આપવામાં આવી હતી. કર્મચારીઓ દ્વારા આ વાતની જાણ સંચાલકોને કરાતા સંચાલક દ્વારા ઘટનાની જાણ પોલીસને કરતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સાવચેતીના ભાગ રૂપે સમગ્ર મોલ ખાલી કરાવીને મોલને કોર્ડન પણ કર્યો હતો.

વડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંન્ને ઇસમોની તપાસ શરૂ કરી હતી. અને જાણકારી મળી હતી કે બંન્ને ઇસમો એક્ટિવા લઇને આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાંજ બંન્ને ઇસમોની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરવામાં આવેલા બંન્ને ઇસમોના નામ સાગર ઠક્કર અને જીગર ચકરડી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બંન્ને ઇસમો પરસ્પર મિત્રો છે. પોલીસે બંન્નેની પૂછપરછ શરૂ કરી છે.

(8:59 am IST)
  • આંધ્રપ્રદેશમાં પુરમાં ડૂબી શકે છે ચંદ્રબાબુનું ઘર :તંત્રએ ખાલી કરવા નોટિસ ફટકારી :આધ્રપ્રદેશના અધિકારીઓએ પૂરની ભયંકર સ્થિતિને લઇને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુને કૃષ્ણા નદી કિનારાના ઘરને ખાલી કરવા નોટિસ મોકલી access_time 12:51 am IST

  • દિલ્હી એરપોર્ટ પર શાહ ફૈઝલને અટકાવવા મામલે દિલ્હી હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ :જમ્મુ કશ્મીર પીપલ્સ મુવમેન્ટના અધ્યક્ષ અને પૂર્વ આઇપીએસ અધિકારી શાહ ફેંસલને દિલ્હી એરપોર્ટ પર અટકાવતા મામલો હાઇકોર્ટ પહોંચ્યો access_time 1:09 am IST

  • ૪૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓનો કોર્પોરેટ ટેક્સ તબક્કાવાર ઘટાડીને ૨૫ % કરી નખાશે: નાણામંત્રી નિર્મલા સીતારમનની જાહેરાત:ભારતના સંપત્તિ સર્જક સાહસિકો ઉદ્યોગપતિઓને તમામ પ્રકારનો ટેકો અપાશે access_time 9:11 pm IST