Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

સુરતમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાની ત્રણ વર્ષ ગુન્હામાં ધરપકડ: પાટીદારોમાં ભારે રોષ:સરથાણામાં BRTS રૂટ પર ત્રણ બસના કાચ તોડ્યા :તંગદિલી

સુરતમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાની ત્રણ વર્ષ ગુન્હામાં ધરપકડ: પાટીદારોમાં ભારે રોષ:સરથાણામાં BRTS રૂટ પર ત્રણ બસના કાચ તોડ્યા :તંગદિલી

સુરતમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાની ત્રણ વર્ષગુન્હામાં ધરપકડ કરતા પાટીદારોમાં ભારે રોષ ફેલાયો છે સુરતના સીમાડાના સરથાણામાં BRTS રૂટ પર ત્રણ બસના કાચ તોડ્યા હતા બસને નુકશાનના પગલે પોલીસ કાફલો દોડી ગયો છે

  આ અંગે મળતી વિગત મુજબ રાજદ્રોહના કેસમાં ફરાર અલ્પેશ કથિરીયાની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. આજે ઉપવાસ દરમિયાન અલ્પેશ કથિરીયા ક્રાઇમબ્રાંચના હાથે લાગી જતા ક્રાઇમબ્રાંચે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો અલ્પેશ કથિરીયા વોન્ટેડ હોવાથી તેના જામીન રદ્દ કરાયા છે.

(10:06 pm IST)
  • વડાપ્રધાન મોદી બોલાવ્યા વગર જ નવાઝ શરીફના ત્યાં પહોંચી ગયા હતા.:શક્તિસિંહ ગોહિલનો ટોણો :કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ મોદી ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે, નવજોત સિંહ સિદ્ધુને બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ પાકિસ્તાન ગયા છે. વડાપ્રધાન મોદી બોલાવ્યા વગર જ નવાઝ શરીફના ત્યાં પહોંચી ગયા હતા. access_time 8:36 pm IST

  • મહિસાગર જિલ્લામાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં કુખ્યાત આરોપી સાજિદનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ કુખ્યાત આરોપી ચોરી કરવા જતો હતો ત્યારે પોલીસે તેને રોક્યો હતો. જોકે, તેણે પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે પણ ક્રોસ ફાયરિંગ કર્યું હતું. જેમાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ વાતાવરણ તંગ બની ગયું હતું. પેટ્રોલિંગ દરમિયાન લોકોએ પોલીસ ઉપર પથ્થર મારો કર્યો હતો. જેથી આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. access_time 1:16 am IST

  • આગામી 24 કલાકમાં સુરત, ભરૂચ, નવસારી, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી અને દ્વારકા સહિતના શહેરોમાં ભારે વરસાદની આગાહી access_time 10:10 pm IST