Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

હાલમાં લોહાણા મહાપરિષદના પ્રમુખપદે પ્રવીણભાઈ કોટક યથાવત :રાજીનામા અંગે મધ્યસ્થ મહાસમિતિ નિર્ણંય કરશે

હાલમાં લોહાણા મહાપરિષદના પ્રમુખપદે પ્રવીણભાઈ કોટક યથાવત :રાજીનામા અંગે મધ્યસ્થ મહાસમિતિ  નિર્ણંય કરશે

રાજકોટ :લોહાણા મહાપરિષદના પ્રમુખપદેથી પ્રવીણભાઈ કોટકે અચાનક રાજીનામુ આપી દીધું છે મહાપરિષદને લાંછનરૂપ આરોપથી નારાજ થઈને પ્રવીણભાઈ કોટકે રાજીનામુ આપવા બાબતે લોહાણા મહાપરીષદે નિવેદનમાં જણાવ્યું છે કે જ્યાં સુધી મધ્યક્ષ મહાસમિતિ નિર્ણ્ય કરે નહીં ત્યાં સુધી  લોહાણા મહાપરિષદના પ્રમુખપદે પ્રવીણભાઈ કોટક યથાવત છે

   લોહાણા મહાપરિષદ મુજબ પ્રમુખ પ્રવિણભાઈ કોટકે રાજીનામામાં ઉલ્લેખ કર્યા મુજબ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મુક્ત થવા માટે જે લાગણી દર્શાવી છે તે અંગે બંધારણની રૂએ યોગ્ય નિર્ણય શ્રી લોહાણા મહાપરિષદની સવોચ્ચ સભા મધ્યસ્થ મહાસમિતિ લે તે પ્રમાણે સમાજ તથા સંસ્થાએ ચાલવાનું રહેશે

  મધ્યસ્થ મહાસમિતિની બેઠકો સુધી પ્રવિણભાઈ કોટક માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ તરીકે ચાલુ જ રહે છે.વધુમાં  એવી આશા વ્યક્ત કરીએ છીએ કે પ્રમુખશ્રીના અચાનક આવી પડેલ રાજીનામાંથી પરિસ્થિતિમા ઉભા થયેલા વમળો બહુ નજીકનાભવિષ્યમાં જ શમી જશે.

 નજીકના ભવિષ્યમાં જ મધ્યસ્થ મહાસમિતિની બેઠક બોલાવામાં આવશે જેની જાણ મધ્યસ્થ મહાસમિતિના તમામ સભ્યોને મધ્યસ્થ કાર્યાલયથી કરવામાં આવશે.

(7:00 pm IST)
  • સાબર ડેરીએ દૂધના ભાવ ઘટાડયા access_time 2:46 pm IST

  • ઓસટ્રેલીયન ફાસ્ટ્ર બોલર મિશેલ જોનસએ કિક્રેટમાથી આપ્યુ રાજીનામુ : જોનસને તમામ ફોરમેટમાથી રાજીનામુ આપ્યું access_time 6:20 pm IST

  • રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અત્યાર સુધીના આંકડા તપાસીએ તો રાજ્યમાં સરેરાશ 62.03 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા તપાસીએ તો ખેડા જિલ્લાના કપડવંજમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે પંચમહાલના ગોધરામાં 5.36 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના જળાશયોમાં પાણીના જથ્થાની વાત કરીએ તો ફક્ત 13 ડેમ જ એવા છે જે સંપૂર્ણ રીતે ભરાયેલા છે. access_time 1:15 am IST