Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

અ’વાદ: મિલ્ક પાર્લરમાંથી 8 લાખની ચોરીના કેસમાં પૂર્વ કાઉન્સિલરનો દાણી લીમડા કોંગ્રેસના પુત્ર ઝડપાયો

અમદાવાદ: શનિવારે દાણીલીમડા પોલીસે મિલ્ક પાર્લરમાંથી 8 લાખ રૂપિયાની ચોરીના કેસમાં 3 શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં દાણીલીમડાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર શકીલ અહેમદનો દીકરો શરીફ અહેમદ પણ છે. પોલીસે શરીફ અહેમદની સાથે દાણીલીમડાના રહેવાસી શહેઝાદ મીર (25 વર્ષ) અને અરબાઝ મીર (20 વર્ષ)ની પણ ધરપકડ કરી.

દાણીલીમડા પોલીસના જણાવ્યા પ્રમાણે, “મિલ્ક પાર્લરના CCTV ફૂટેજના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા. અઠવાડિયા પહેલા એક વ્યક્તિ પર હુમલો કરવાના મામલે શરીફ અહેમદ સામે FIR નોંધાઈ હતી.” પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, શહેઝાદ આ મિલ્ક પાર્લરમાં કામ કરતો હતો જેથી દૂધ વેચાણથી લઈને દૂધની બનાવેલી વસ્તુઓ ક્યાં રાખતા હતા તેની જાણ હતી.

(12:35 pm IST)