Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

કનેક્શન આપવામાં BSNLએ ઢીલ કરી કંઇ વાધો નહીં વડોદરાની કન્ઝ્યુમર કોર્ટે સર્વિસમાં ચુક બદલ ગ્રાહકને રૂ.5000 આપવા હુકમ કર્યો

અમદાવાદઃ વડોદરા ખાતે આવેલ ગ્રાહક સુરક્ષા કોર્ટે દેશની સરકારી ટેલીફોન કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL)ને રુ. 5000 ગ્રાહકને ચૂકવવા આદેશ કર્યો હતો. કેમ કે BSNL ગ્રાહકના ઘરમાં ટેલિફોન આવી ગયાના 2 મહિના પછી પણ ફોન કનેક્શન આપવામાં નહોતું આવ્યું.

જાગતે રહો પાર્ટીના પ્રેસિડેન્ટ પ્રફુલ દેસાઈએ 18 જૂન 2012ના રોજ ટેલિફોન કનેક્શન માટે અપ્લાય કર્યું હતું જે માટે 26 જૂન 2012ના રોજ તેમના ઘરમાં ટેલિફોન સેટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો. જોકે એપ્લિકેશન કર્યાના 10 દિવમાં ફોન ઇન્સ્ટોલ થયો પણ કનેક્શન આપતા 6 ઓગસ્ટ થઈ ગઈ.

જેથી દેસાઈએ BSNLને ખરાબ સર્વિસ માટે કોર્ટમાં ઢસડી હતી અને ટેલિફોન કંપની પર પોતાને નુકસાન કરાવવા માટે રુ.4.5 લાખનો દાવો માંડ્યો હતો. તેમણે કોર્ટમાં BSNLની જ ગાઇડ લાઇન દર્શાવીને કહ્યું હતું કે ગાઈડલાઈન મુજબ ફોન કનેક્શન વધીને એક સપ્તાહમાં મળી જવું જોઈએ. જ્યારે BSNLએ આ સુવિધા આપવા માટે બે મહિના જેટલો સમય બરબાદ કર્યો.

બંને પક્ષોને સાંભળ્યા બાદ વડોદરા ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રીડ્રેસલ ફોરમે BSNLને આદેશ કર્યો કે ફોન કનેક્શન માટે અરજી કરાયા બાદ પણ સર્વિસમાં ઢીલના કારણે તેઓ દેસાઈને રુ.5000 ખરાબ સર્વિસ પેટે ચૂકવે.

(12:34 pm IST)