Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

અમદાવાદમાં 80 ટકા લોકોમાં એન્ટીબોડી બની ગઈ:સીરોલોજીકલ સર્વેક્ષણમાં રિપોર્ટ

કોવિશિલ્ડ અને કો-વેક્સિન લેનારા લોકોમાં એન્ટીબોડી બનવામાં તફાવત

 

અમદાવાદ :શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી આશરે 5 હજાર લોકો પર સર્વેક્ષણ કરાયું છે. સીરોલોજીકલ સર્વેક્ષણ બાદ અમદાવાદમાં કેટલા લોકોમાં એન્ટીબોડી બની ચૂકી છે. તેનો રિપોર્ટ સામે આવ્યો છે. સર્વેક્ષણમાં જે આંકડો સામે આવ્યો છે તેમાં 81.63 ટકા લોકોમાં કોરોના સામે લડવાની એન્ટીબોડી બની ચૂકી છે. રિપોર્ટના આધારે અધિકારીઓએ વધુ એક વાતનો પણ ખુલાસો કર્યો છે. અને કહ્યું કે, જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. તેવા લોકોમાં એન્ટીબોડી બનવાનું પ્રમાણ વધારે છે. અને જેમણે વેક્સિન લીધી નથી. તેવા લોકોમાં એન્ટીબોડી બનવાનું પ્રમાણ ઓછું છે.

AMC દ્વારા આ સર્વેક્ષણ 28મેથી ત્રણ જૂન વચ્ચે કરાવવામાં આવ્યો હતો. જ્યારે કોરોના મહામારીની બીજી લહેરની અસર ઓછી થઈ ચૂકી હતી. અને આ મામલે AMCના આરોગ્ય અધિકારી ડૉ.ભાવીન સોલંકીએ કહ્યું હતું કે, અમે એન્ટીબોડી વિશે જાણવા માટે નિયમિત રીતે સીરોસર્વિલાન્સ કરીએ છીએ. અને અમદાવાદમાં કુલ 80 ટકા લોકોમાં એન્ટીબોડી મળી છે.

આ સાથે સેમ્પલ વિશે વાત કરતા કહ્યું કે, કુલ 5001 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કોઈ કારણોસર 32 સેમ્પલ રિજેક્ટ કરી દેવાયા હતા. જે બાદ કુલ 4969 જેટલા સેમ્પલ પર રિસર્ચ કરાયું હતું. જેમાં 2354 જેટલા પુરુષો અને 2615 જેટલી મહિલાઓનો સમાવેશ થયો છે. અને આ સર્વેક્ષણમાં વેક્સિનનો ડોઝ લેનારા લોકોના સેમ્પલ લીધા હતા. તેમાં સૌથી વધુ લોકોએ કોવિશીલ્ડનો ડોઝ લીધો હતો. થોડા લોકોએ કોવેક્સિન પણ લીધી હતી. અને આ રિસર્ચમાં એ પણ સામે આવ્યું કે, જેમણે કોવેક્સિનનો ડોઝ લીધો હતો. તે લોકોમાં કોવિશીલ્ડના ડોઝ ધારકો કરતા વધુ મજબૂત એન્ટીબોડી બની છે

(12:27 am IST)