Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ગુરુડેશ્વરમાં 15માં નાણાંપંચના આયોજનમાં ભેદભાવ બાબતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્ચર તાલુકામાં  તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પંદરમા નાણા પંચની ગ્રાંટ બાબતે કોગ્રેસના સભ્યો સાથે ભેદભાવ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું
આ ધરણા પ્રદર્શનમા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદ ગરૂડેશ્ચર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તડવી નરેશભાઇ સોલંકી ઉસમાન મકરાણી તથા જિલ્લા પંચાયત ના સભ્યો નિતેશ તડવી, ભગવતીબેન તડવી અને કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.

(12:02 am IST)