Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રાજ્યમાં કોરોનાના નવા 24 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 74 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એક દર્દીનું મૃત્યુ :કુલ મૃત્યુઆંક 10.076 : કુલ 8.13.998 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 3,92,953 લોકોનું રસીકરણ કરાયું

સુરત અને અમદાવાદમાં 5-5 કેસ, વડોદરામાં 4 કેસ, ભરૂચમાં 3 કેસ, બનાસકાંઠા, ગીર સોમનાથ,જૂનાગઢ, ખેડા,મોરબી,રાજકોટ અને વલસાડમાં 1 -1 કેસ નોંધાયો :હાલમાં 443 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો રાજ્યમાં કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં પહેલીવાર નવા કેસની સંખ્યા 100થી ઓછી થઇ છે આજે નવા 24 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 74 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

રાજ્યમાં કોરોનાના ડેલ્ટા પ્લસની દસ્તક દીધી છે જેમાં  સુરતમાં 27 વર્ષીય યુવાન અને વડોદરામાં 37 વર્ષીય મહિલાના નવા વેરિયન્ટ જોવાયા છે હાલ કોઈ તકલીફ નથી અને લક્ષણ પણ નથી

 રાજ્યમાં આજે કોરોનાના નવા 24 પોઝીટીવ  કેસ નોંધાયા છે જયારે વધુ 74 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.13.998 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મોત થયું છે ,રાજ્યમાં મૃત્યુઆંક 10076 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.72 ટકા થયો છે

 રાજ્યમાં હાલ 443 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર અને 437 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.13.998 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 24 કેસમાં સુરત અને અમદાવાદમાં 5-5  કેસ, વડોદરામાં 4 કેસ, ભરૂચમાં 3 કેસ, બનાસકાંઠા, ગીર સોમનાથ,જૂનાગઢ, ખેડા,મોરબી,રાજકોટ અને વલસાડમાં 1 -1 કેસ નોંધાયો છે

(8:12 pm IST)