Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ખેડા જિલ્લામાં છોકરીની છેડતી કરી અઘટિત માંગણી કરનાર શખ્સને ઉશ્કેરાયેલ ગ્રામજનોએ ઢોરમાર માર્યો

ખેડા:જિલ્લામાં રવિવારે એક વિડિયોએ ચકચારી મચાવી હતી. જેમાં એક મહિલા અને કેટલાક લોકો દ્વારા એક પુરુષને માર મરાતો હોવાનું જોવા મળી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે જિલ્લાના વર્તુળોમાં વાયરલ થયેલો આ વિડિયો કપડવંજ તાલુકાના એક ગામનો છે, જેમાં મહિલા દ્વારા કપડવંજના એક  વ્યક્તિને માર મારવામાં આવી રહ્યો છે. લોકોમાં થતી ચર્ચા પ્રમાણે આ વ્યક્તિએ ગામની એક છોકરીની છેડતી કરી હતી અને તેની પાસે અઘટિત માગણી કરી હતી. તે જ કારણે ઉશ્કેરાઈને ગ્રામજનોએ તેના ઘરની બહાર ભેગા થઈને તેને માર માર્યો હતો. લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ વ્યક્તિ કપડવંજ શહેરની મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ વિડિયો વાયરલ થતાં જ જિલ્લામાં ચકચાર મચી છે. રવિવારે મોડી સાંજ સુધી આ ઘટના અંગે કપડવંજ ટાઉન કે રૂરલ પોલીસમાં કોઈ ફરિયાદ કે અરજી નોંધાઈ ન હતી.

(5:45 pm IST)