Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કલોલના પિયજ રોડ નજીક બાઈક લઈને પસાર થઇ રહેલ વૃદ્ધને અજાણ્યા રિક્ષાચાલકે હડફેટે લેતા સારવાર દરમ્યાન વૃદ્ધનુ મોત

ગાંધીનગર : કલોલના પિયજ રોડ ઉપર આઠ દિવસ અગાઉ બાઈક લઈને પસાર થઈ રહેલા કડીના અચરાસણના વૃધ્ધને અજાણ્યો રીક્ષાચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો અને તેમને સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ગઈકાલે મોડી સાંજે વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ અંગે કલોલ તાલુકા પોલીસે અજાણ્યા રીક્ષાચાલક સામે ગુનો નોંધી શોધખોળ આદરી છે.  

જિલ્લાના હાઈવે માર્ગો ઉપર હીટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે ત્યારે કલોલના પિયજ રોડ ઉપર હીટ એન્ડ રનની વધુ એક ઘટનામાં કડીના અચરાસણના નવીનપરુમાં રહેતા બાઈક સવાર વૃધ્ધનું મોત નીપજયું છે. આ અંગે નટવરજી જવાનજી ઠાકોરે ફરીયાદ નોંધાવી હતી કે તેમના પિતા જવાનજી મથુરજી ઠાકોર ગત તા.પ જુલાઈના રોજ તેમનું બાઈક લઈને દવા લેવા માટે કલોલ ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફરી રહયા હતા તે દરમ્યાન પિયજ રામદેવ મંદિર સામે પુરઝડપે જતી એક રીક્ષાએ પાછળથી ટક્કર મારતાં જવાનજી નીચે પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા અને જયાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન જવાનજીનું મોત નીપજયું હતું. હાલ તો કલોલ તાલુકા પોલીસે અકસ્માતની ઘટનામાં રીક્ષાચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. 

(5:43 pm IST)