Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ અને પાટીદાર આંદોલનનો નેતા નિખીલ સવાણી AAPમાં જોડાયાઃ કોંગ્રેસમાં મહત્વ નહીં મળતું હોવાનો નિખિલ સવાણીએ આક્ષેપ પણ લગાવ્યો

નિખીલ સવાણીએ ગુજરાત AAPના સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે પણ ચર્ચા કરી હતી

અમદાવાદઃ કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ અને પાટીદાર આંદોલનનો નેતા નિખીલ સવાણી AAPમાં જોડાઈ ચૂક્યો છે. નિખીલ સવાણીએ ગુજરાત AAPના સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે પણ ચર્ચા કરી હતી. બંધ બારણે બેઠક બાદ નિખિલ સવાણી AAPમાં જોડાયો છે. કોંગ્રેસમાં મહત્વ નહીં મળતું હોવાનો નિખિલે આક્ષેપ પણ લગાવ્યો હતો. નિખિલ સવાણી કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના વિશ્વાસુ ગણાય છે. નિખિલ સવાણીએ કોંગ્રેસમાં હાર્દિકની અવગણનાનો આક્ષેપ પણ કર્યો હતો.

મહત્વનું છે કે, 9 જુલાઈના દિવસે પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ નિખિલ સવાણીએ રાજીનામુ આપ્યું હતું. જો કે, એ પહેલા પાર્ટીએ તેને પદ પરથી મુક્ત કર્યો હતો. જે બાદ પત્રકાર પરિષદ યોજી નિખીલ સવાણીએ રાજીનામું આપ્યું હતું. મહત્વની વાત છે કે રાજીનામાની જાહેરાત બાદ નિખિલ સવાણીને યુથ કોંગ્રેસે સસ્પેન્ડ કર્યો હતો. કોન્ફરન્સમાં નિખીલ સવાણીએ કોંગ્રેસ પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. નિખીલે કહ્યું હતું કે, યુથ કોંગ્રેસે મેમ્બરશીપ અભિયાન પૈસા ઉઘરાવવા માટે કર્યું હતું.

''NSUIને કેટલાક લોકો પોતાના બાપની જાગીર સમજે છે''

દર ત્રણ વર્ષે મેમ્બરશીપ અભિયાન માત્ર રૂપિયા ઊઘરાવવા માટે જ થાય છે. તાજેતરમાં જ પ્રદેશ કાર્યલય પર જે ઘટના ઘટી હતી. તે ઘટના કોંગ્રેસના સિનિયર નેતાઓની હાજરીમાં 2 દિવસ પહેલા બની હતી. અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી અને હિમતસિંહ પટેલની હાજરીમાં જ હતી. કેટલાક લોકો યુથ કોંગ્રેસ અને NSUIને પોતાના બાપની જાગીર સમજે છે. આવું કહી તેઓએ ઇન્દ્રવીજયસિંહ ગોહિલ અને તેના જૂથ પર આડકતરી રીતે પ્રહાર કર્યો હતો.

હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કોંગ્રેસમાં કાવતરું: નિખીલ સવાણી

કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના ઘરે કોંગ્રેસના આગેવાનો જઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતા હજુ હાર્દિક પટેલના ઘરે ગયા નથી. હાર્દિક પટેલના પિતાનું અવસાન થયું છતાં કોઈ ઘરે ગયું નથી. હાર્દિક પટેલની કોંગ્રેસમાં સતત અવગણના થાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોઈ કાર્યક્રમ હાર્દિક પટેલની સતત અવગણના થાય છે. કોંગ્રેસના નેતાઓ જ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવાનું કાવતરૂ ઘડી રહ્યા છે. હાર્દિકની રાજકીય હત્યા કરવાનું આ ષડયંત્ર છે. હાર્દિક પટેલ સાથે અનેક અન્યાય થયા છે. રાજકોટના અત્યારના મેયર અને તેના જેવા અનેક કાર્યકરોએ આવા લોકોના કારણે કોંગ્રેસ છોડી ગયા. કોંગ્રેસના જ નેતાઓ દ્વારા હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે.

(5:14 pm IST)