Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

દાહોદના દુધિયા ગામે આશ્રમશાળાનું લોકાર્પણ

રાજકોટ : ગુજરાતના ડાંગ વિસ્તારમાં પી.પી. સ્વામીની પ્રેરણાથી ૧૫૧ વિદ્યા સંકુલો સ્થાપવાનો સંકલ્પ કરનાર સુરતના કર્મયોગી ગણ સંસ્થાના કેશુભાઇ ગોટીના ભગીરથ કાર્યમાં સુરતના ઉદ્યોગપતિ ગોરધનભાઇ ભરવાડને સહયોગી બનાવત દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધીયા ગામે ભરવાડ સમાજના ભામાશા ગોરધનભાઇ ભરવાડ (સુરત) ના આર્થિક અનુદાનથી નવનિર્મિત આશ્રમશાળા કન્યા છાત્રાલયનો લોકાર્પણ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, ભરવાડ સમાજના આગેવાનો સર્વશ્રી નાથાભગત, કરણાભાઇ માલધારી, વિરમભાઇ વકાતર, જાદવજીભાઇ રાતડીયા, વિશાલભાઇ ભરવાડ, હરીભાઇ ભરવાડ, કે. કે. ભરવાડ, દિનેશભાઇ ટોળીયા (સંયોજક માલધારી સેલ, ગુજરાત પ્રદેશ ભાજપ), હરિભાઇ ભરવાડ, કે. કે. ભરવાડ, દિનેશભાઇ ટોળીયા (સંયોજક માલધારી સેલ, ગુજરાત પ્રદેશ ભાજપ), રાજુભાઇ જુંજા (પત્રકાર રાજકોટ), અનિલભાઇ રાઠોડ (કે. ડી.), બાબુભાઇ ચાવડીયા (નવયુગ શૈક્ષણિક સંકુલ પડધરી), દિનેશભાઇ રાઠોડ (કે. ડી.), સુરેશભાઇ ગમારા એડવોકેટ (અમદાવાદ હાઇકોર્ટ), જીતુભાઇ કાટોડીયા (કોર્પોરેટર રાજકોટ), કવાભાઇ ગોલતર (કોર્પોરેટર રાજકોટ), રૂડાભાઇ વેહરા  (સમાજ અગ્રણી જામનગર), મહિલા અગ્રણી સંતોકબેન માલધારી (રાજકોટ), પ્રો. પ્રેમચંદભાઇ કોરાલી (સિન્ડીકેટ સભ્ય સ.પ.યુનિવર્સિટી વિદ્યાનગર) તેમજ સ્થાનિક આગેવાનો ભરતભાઇ ભરવાડ (ચેરમેન એપીએમસી દેવગઢ બારીયા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પૂર્વે ગુજરાતભરમાંથી પધારેલ ભરવાડ સમાજના આગેવાનોનું ભરતભાઇ ભરવાડ અને દાહોદ જિલ્લાના ભરવાડ સમાજના આગેવાનોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત આઇ.પી.એસ. અધિકારી પ્રવિણકુમાર ગોંદિયાએ કર્યુ હતુ.

(3:36 pm IST)