Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ગુજરાતમાં ૭૧કરોડના ખર્ચે ૧૦ હજાર પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરા સાથે મેદાને ઉતારવામાં આવશે

પોલીસ અને લોકોનો વ્યવહાર અરસ પરસ ખૂબ સારો રહે રહેવા સાથે અનેક ઘટનાઓ કેદ થશેઃ ગૃહ મંત્રીની સુરતમાં મહત્વની જાહેરાત : સુરતમાં પોલીસની કામગીરી ઉત્તમ રીતે થાય છે, ત્યારે નવી વ્યવસ્થાથી વધુ ઉત્તમ બનશેઃ સી. આર.પાટિલ : ડ્રગ્સ સામેની ઝુંબેશ, ઇન્ટરનેશનલ ગેંગ વિરોધી કાર્યવાહી, સામાન્ય પરિવારના બાળકોના ગુમ થયેલ બાળકોને હેમખેમ શોધવા કરેલ કામગીરી સહિતની માહિતી અજય કુમાર તોમર દ્વારા અસરકારક રીતે રજુ

રાજકોટ તા.૧૯, પોલીસ અને લોકોનો અરસ પરસ વ્યવહાર ખૂબ સારો રહે તે માટે ગાંધીનગર દ્વારા ગુજરાતના ૧૦ હજાર જવાનોને ૭૧ કરોડના ખર્ચે બોડી વોનૅ કેમેરાથી સજ્જ કરવામાં આવનાર હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહજી જાડેજા દ્વારા જણાવાયું હતું. ગૃહમંત્રી દ્વારા સુરત પોલીસ કમિશનર ઓફીસે યોજાયેલ કાયદો વ્યવસ્થા બેઠક તથા નવા પોલીસ મથકોની જાહેરાત કરતા જણાવેલ.

મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર સ્માર્ટ અને શાર્પની સાથે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય તે માટે રાજયભરમાં ૭૧ કરોડના ખર્ચે ૧૦ હજાર બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું. સાંસદ સભ્ય અને પ્રદેશ ભાજપ પક્ષ પ્રમુખશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, શહેરમાં પોલીસની ઉત્તમ કામગીરી થઈ રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સગીન બનાવવા સારૂ મહેકમમાં હજી વધારો કરવાની આવશ્યકતા છે. સુરત પોલીસ કમિશનરશ્રી અજય તોમર વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં શહેરમાં હાઇએસ્ટ ગુનાઓમાંથી ૮૦ ટકા ડિટેકટ કરવામાં પોલીસે સફળતા મેળવી છે. કમિશનરશ્રીએ પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા ગુના નિવારણ, ટ્રાફીક, મિકલત સંબધિ અટકાયતી પગલાઓ, પાસા હેઠળની કાર્યવાહી, પોલીસ કોવિડ હેલ્પલાઈન, સીનીયર સીટીઝનો માટે પોલીસનો માનવીય અભિગમ, ડ્ગ્સ ગાંજાનો વેપલો કરતી આંતરરાજય ગેગો વિરૂધ્ધ કરવામાં આવેલી કામગીરોની વિગતો આપી હતી. બેઠકમાં સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રીઓએ શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારો છુટા પાડવા સહિતની રજુઆતો કરી હતી. 

(3:34 pm IST)