Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

બહેનના લગ્નનું દેવું ભરવા માટે ભાઈ કિડની વેચવા જતાં ઇન્ટરનેશનલ માફિયાનો શિકાર બની ગયોઃ હૃદયસ્પર્શી કથા

સુરતના અરબાઝ રાણાની આપવીતી સંભાળી માનવીય અભિગમ ધરાવતા પોલીસ કમિશનર અજય કુમાર તોમરની રણનીતિ મુજબ ખાસ ટીમે વેશ પલટા દ્વારા આરોપીને બેંગલોરથી ઝડપી લીધો : મૂળ સાઉથ આફ્રિકાનો સાયબર નિષ્ણાત અપરાધી દ્વારા રિઝર્વ બેંક સહિત દેશ વિદેશની બનાવટી આઈડી ઊભી કરી હતીઃ ચોકાવનારી વિગતો ખુલ્લી

રાજકોટ તા. ૧૯, કારના લે વેચનું કામ કરતા અને લોકડાઉનને કારણે દાંધો ઠપ્પ બન્યા જેવા સંજોગોમાં બહેનના લગ્નને કારણે થયેલ દેવું ભરવા માટે પોતાની કિડની ૪ કરોડમાં વેચવા માટેની મજબુરીની લાલચમાં ફસાયેલ શખ્સને જાળમાં ફસાવી ૧૫ લાખના શીશામાં ઉતારનાર શખ્શને પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શનમાં પોલીસ ટીમે વેશપલ્ટા દ્વારા  બેંગ્લોરથી ઝડપી પાડયો છે. આરોપીની પૂછપરછ દરમ્યાન ભેજાબાજ અપરાધી દ્વારા કરોડોની લાલચમાં ફસાવવા માટે રિઝર્વ બેન્કનું નામ વટાવવા સાથે તેના આંતર રાષ્ટ્રીય કનેકશન પણ બહાર આવ્યા છે.                                              

પોલીસ સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ભોગ બનેલ ફરિયાદી યુવાન અરબાઝ રાણા દ્વારા આવી ફરિયાદ આપ્યા બાદ ખૂબ માનવીય અભિગમ ધરાવતા પોલીસ કમિશનર પણ દ્રવી ઉઠ્યા હતા. ટેકનોલોજી જ્ઞાનના ઉપયોગ દ્વારા સાયબર માફિયાગિરિ કરી હોવાથી સાયબર સેલ સાથે ચર્ચા કરી ટેકનોલોજી સર્વેલન્સ દ્વારા બેંગ્લોર પહોંચી આરોપી સાઉથ આફ્રિકાના શખ્શને ઝડપી લેવામાં આવેલ.                                       

આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી દ્વારા રિઝર્વ બેંકના પણ ૪ જેટલા ફેંક આઇડી બનાવાયા હોવાની કબૂલાત આપી છે.આરોપી દ્વારા દેશભરની જાણીતી હોસ્પિટલના ફેંક આઇડી પણ બનાવાયા હોવાની કબૂલાત કરવામાં આવી છે. આરોપીના અલગ અલગ બેંકમાં અડધો ડઝન એકાઉન્ટસ હોવાનું પણ ખૂલવા પામ્યું છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એક કરોડથી વધુના  લેવડ દેવડ બાબતની વિગતો પણ ખુલ્લી છે.મુદ્દામાલ પણ કબ્જે થયો છે.        

આરોપી ખૂબ જ ચાલાક હોવાનું અને અલગ અલગ દેશની વેબ સાઈટ બનાવવામાં નિષ્ણાત હોવાનું અને એક વખત સાઉથ ઇન્ડિયા સ્ટેટમા ઝડપાયો હોવાની વિગતો પણ ખુલ્લી છે.

(3:34 pm IST)