Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રઘુવંશી સમાજનું ગૌરવઃ સુરતના જય વિજયકુમાર ઠક્કરને ગુજરાત ચીફ મિનિસ્ટર એવોર્ડ

દાદા અને પિતાના પગલે સેવા કાર્યોનો ધમધમાટ

રાજકોટ, તા.૧૯: હાલની વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મા.શ્રી આયુષ ઓફ-ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ એન્ડ કંટ્રોલર, સૂરતે શ્રી જય ઠક્કરને આ સિદ્વિને બિરદાવતો સૂરત સિવિલ ડિફેન્સ યુનિટ તરફથી સન્માન પત્ર એનાયત કર્યો હતો.

સુરતની પ્રકાશન ક્ષેત્રે ૧૦૦ વર્ષ જૂની સંસ્થાના સૂરત ઘોઘારી લોહાણા મહાજનના માજી પ્રમુખ અને અનેક લોહાણા સંસ્થા સાથે જોડાયેલ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરનાર સ્વ.હીરાલાલ છોટાલાલ ઠક્કર શ્રી ગજાનન પુસ્તકાલય, સૂરતના પૌત્ર અને સામાજિક ક્ષેત્રે કાર્યરત ડો.વિજય ઠક્કરના પુત્ર જય વિજયકુમાર ઠક્કર B.com, L.L.B., Diploma in Cyberlaw (DCL), Cyberlaw in Police Officers (CLP), Cyber Crime Investigator (CCI), PG.C. in Cyberlaw (PGCCL))ને ૨૦૨૧ માટે સિવિલ ડિફેન્સમાં ઉત્કૃષ્ટ સેવા માટે ચીફ મિનિસ્ટર ગુજરાતનો એવોર્ડ એનાયત થયો છે. જય ઠક્કર છેલ્લાં બાર વર્ષોથી આ ડિપાર્ટમેન્ટમાં સેવા આપી રહયા છે. તેઓ સૂરતમાં આ વિભાગમાં કવીક રિપોન્સ ટીમ (Q.R.T.) માં પણ વર્ષોથી સ્થાન પામેલ છે. સુરતમાં થતી હોનારત સમયે સેવા આપી રહયા છે.

તેમની નોંધપાત્ર સેવાને ધ્યાનમાં લઇ તેમને આ વર્ષે ડિવિઝન વોર્ડન, ઇચ્છાપોર તરીકે બઢતી પણ આપવામાં આવી છે. જય તેના દાદા તથા પિતાના પગલે સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત છે અને પિતા વિજયભાઇ સાથે પ્રકાશન ક્ષેત્રે પણ કાર્યરત છે.

(12:59 pm IST)