Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

બગોદરા હાઇ-વે ઉપર એસ.ટી. અને ટ્રક વચ્ચે અકસ્માતમાં સાતને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૯ : સુરેન્દ્રનગરના હાઇવે ઉપર અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાંઙ્ગ બગોદરા હાઈવે ઉપર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં લોકોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે ત્યારે એસ.ટી.બસ અને ટ્રક ડ્રાઇવર દ્વારા સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે બગોદરા હાઈવે ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે.

૧૦૮ ના પાયલોટ લાલજીભાઇ પ્રજાપતિ અને ઇ.એમ.ટી. હિંમતભાઈ ચાવડા દ્રારા ઈજાગ્રસ્તોને બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારાવાર માટે ત્રણ ની હાલત ગંભીર જણાતા બગોદરા ૧૦૮ ના પાયલોટ લાલજીભાઈ પ્રજાપતિ અને ઈ.એમ.ટી. કલ્પેશભાઈ જાની દ્રારા અમદાવાદ સોલા સિવિલ રિફર કરાયા છે.

આ અકસ્માતમાં નેહાબેન પ્રકાભાઇ ભટ્ટ ઉ.વ.૩૦ રહે.ભાવનગર, દુદાભાઇ બુધાભાઇ બારૈયા ઉ.વ.૭૨ રહે.ઇશનપુર અમદાવાદ, સોનલબેન ડાભી ઉ.વ.૪૦ રહે અમદાવાદ, મણીબહેન વિરજીભાઇ ભાદરડીયા ઉ.વ.૬૦ રહે.અમદાવાદ, રમીલાબેન જીવરાજભાઈ સોલંકી.ઉ.વ.૫૨ રહે.અમદાવાદ. કમુબેન જીવરાજભાઇ સોલંકી ઉ.વ.૫૫ રહે અમદાવાદ.

અન્ય એક વ્યકિતને પણ નાની મોટી ઈજાઓ થવા પામી છે કુલ સાત વ્યકિત આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બન્યા છે અને તમામને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે.

બગોદરા ગામે એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી ત્યારે નાસભાગમાં તમામને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ૧૦૮ ના પાયલોટ દ્વારા તેમને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમના સામાન પણ સારવાર દરમિયાન સાથે લઈ જવામાં આવ્યો હતો ત્યારે બગોદરા ની હોસ્પિટલના મેડિકલ ઓફિસર ખેતનભાઇ પ્રજાપતિ દ્વારા અકસ્માતમાં ઈજાગ્રસ્તોના પરિવારજનોને બોલાવી અને તેમની પાસે રહેલો સામાન પરત કરવામાં આવ્યો હતો જેમાં એન્ડ્રોઇડ મોબાઈલ ૨, રોકડા રૂપિયા લેપટોપ પાવર બેન્ક આધાર કાર્ડ અને અન્ય વસ્તુ પરિવારજનોને પરત કરવામાં આવી હતી જેમાં કુલ ૭૦ હજાર રૂપિયાની વસ્તુ પરત પેસેન્જરોના સગા સ્નેહી જનોના કરવામાં આવી હતી.

(12:59 pm IST)