Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રાજ્યમાં સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ વરસ્યો : વલસાડ અને ડાંગમાં સૌથી વધુ : સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ

અમદાવાદ: રાજ્યમાં આજે સવારે 19 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો વરસાદથી વંચિત છે. પરંતુ આજે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આજે સવારે 6થી 8 વાગ્યાના ગાળામાં રાજ્યમાં 19 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે.

(11:32 am IST)