Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

હવે સુરતથી સૌરાષ્ટ્ર સુધીની મુસાફરી કરવી મોંઘી પડશે :ઓપરેટરો 120નો ભાવ વધારો ઝીંકવાની તૈયારીમાં

ઇન્સ્યોરન્સ, સ્પેર પાર્ટ્સ, ટાયર ટ્યુબમાં સહિત બોડી પાર્ટ્સ, બેટરીના ભાવમાં 35 ટકાનો વધારો થયો

 સુરત : હવે સુરતથી સૌરાષ્ટ્ર સુધીની મુસાફરી કરવી મોંઘી પડી શકે છે. કેમ કે હવે ટૂર ઓપરેટરો બસના ભાડામાં વધારો કરવાનું વિચારી રહ્યા છે

સુરતમાં કોરોના કારણેને આર્થિક ધંધા રોજગાર પર માઠી અસર પડી છે તો ટૂર ઓપરેટરોને પણ કોરોના કાળમાં આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જે બાદ કોરોના સંક્રમણ અને કેસ ઘટતા હવે થોડી છુટછાટ મળી છે મોંઘવાનીનો પ્રશ્ન સામે આવ્યો છે એક તરફ જીવન ઉપયોગી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ પેટ્રોલ ડીઝલ અને સહિત સીએસજી પીએનજી ઈંદણના ભાવ પણ આકાશે આંબી રહ્યા છે તેવામાં સુરત ટૂર ઓપરેટરોએ બસના ભાડામાં વધારો કરવોનું વિચારી રહ્યા છે

સુરતથી સૌરાષ્ટ્ર જતી બસના ભાડામાં ટૂર ઓપરેટરો અંદાજીત 120 રૂપિયા સુધીનો ભાવ વધારો કરવાનું વિચારી રહ્યા છે, આમ બસ ભાડામાં ટૂર ઓપરેટરો 20 ટકા સુધીનનો વધારો કરી શકે છે એવું મનાઈ રહ્યું છે. ઇન્સ્યોરન્સ, સ્પેર પાર્ટ્સ, ટાયર ટ્યુબમાં સહિત બોડી પાર્ટ્સ, બેટરીના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે અને હજુ પણ જુલાઈ અંત સુધીમાં નવા ભાવ અમલી બની શકે છે ત્યારે ટૂર ઓપરેટરો પણ હવે બસ ભાડામાં વધારો કરવાનું વિચારી રહ્યા છે. 

(11:21 am IST)