Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સુરતના બિલ્ડરે રૂ.૧૧ લાખમાં ખરીદયો 'તૈમૂર' નામનો બકરો

તૈમુરને કાજુ-બદામ, આયુર્વેદિક ઔષધિઓ, ચારો, મુરબ્બો તેમજ રોજ બે ટાઈમ ભોજન આપવામાં આવે છેઃ રોજ ૪ લિટર દૂધ પિવડાવવામાં આવે છે અને એક કલાક માલિશ કરાય છે

નવી દિલ્હી, તા.૧૯: ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઇદના દિવસે આપવામાં આવતા બલિદાનને જોતા બકરાના ભાવ બજારમાં આસમાન ફેલાયા છે. ઓનલાઇન માર્કેટમાં પણ બકરાઓ લાખો રૂપિયામાં વેચાઇ રહી છે. તો સુરતમાં પણ બકરી ઈદની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તમામ પંજાબી, કાશ્મીરી, રાજસ્થાની અને સિરોઈ નસલના બકરાને મંડીમાંથી દ્યણી ભારે કિંમતોમાં ખરીદવામાં આવી રહ્યા છે. તેમાં આ વખતે એક પંજાબી નસલનો બકરો ચર્ચા વિષય બન્યો છે.

આપને જણાવી દઈએ કે,સુરતના ઈતિહાસમાં પહેલીવાર એક બકરો ૧૧ લાખ રૂપિયામાં વેચાયો છે, જેને સુરતના જાણીતા બિલ્ડર ઝબલભાઈ સુરતીએ ખરીદ્યો હતો. ઝબલભાઈએ જણાવ્યું કે તેમનો આ બકરો ૧૯૨ કિલોનો છે અને તેની ઉંચાઈ ૪૬ ઈંચની છે. જેને ઈદના દિવસે કુરબાની આપવામાં આવશે.

બિલ્ડર ઝબલભાઈએ જણાવ્યું હતું કે,બકરાની ઉંમર હાલ અઢી વર્ષની છે. આઠ મહિનાથી આ બકરાનું પાલનપોષણ એક પશુપાલક કરતો હતો. જોકે બકરાને જોયા બાદ એને કોઈપણ કિંમતે લેવાની ઈચ્છા હતી. એટલે ૧૧ લાખમાં ખરીદી કરી છે. આવા મારી પાસે બીજા ૨૦ બકરા છે, જેની કુરબાની પણ ઇદના રોજ આપવામાં આવશે. તૈમુરને કાજુ-બદામ, આયુર્વેદિક ઔષધિઓ, ચારો, મુરબ્બો તેમજ રોજ બે ટાઈમ ભોજન આપવામાં આવે છે. આ સાથે રોજ ૪ લિટર દૂધ પિવડાવવામાં આવે છે અને એક કલાક માલિશ કરાઈ છે. હાલ તૈમુર (બકરો)નું વજન ૧૯૨ કિલો અને ઊંચાઈ ૪૬ ઇંચ છે. આ બકરો પંજાબી નસલનો છે.

આ બહુમૂલ્ય બકરાની દેખરેખ અને કાળજી પણ સારી રીતે રાખવામાં આવી છે. આ બકરાની ઉંમર અઢી વર્ષ છે. લગભગ આઠ મહિના સુધી તેના માલિકે સારસંભાળ રાખી છે. તેની પાસેથી સુરતના બિલ્ડરે આ બકરો ખરીદ્યો છે. મહત્વનું છે કે, આ બકરાને ખાવામાં કાજુ, બદામ, આયુર્વેદિક ઔષધિઓ, ચારો અને મુરબ્બો આપવામાં આવે છે.

એટલું જ નહીં આ બકરાના સ્વાસ્થ્યને લઈને પણ ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. દરરોજ 'તૈમૂર'નામના આ બકારને ચારેક લીટર દૂધ પણ પીવડાવવામાં આવે છે. સાથે જ એક કલાક સુધી તેને રોજ માલિશ પણ કરવામાં આવે છે. અઠવાડિયામાં એક વાર તેને ચાલવા માટે પણ લઈ જવામાં આવે છે. ત્યારે સુરતના બિલ્ડરે ખરીદેલો આ બકરો હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. બકરા ઈદના દિવસે આ કિંમતી 'તૈમૂર'બકરાની કુરબાની આપવામાં આવશે.

(10:05 am IST)