Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

નર્મદામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ધરતીપુત્રોમાં ખુશી વ્યાપી,ખેડૂતો ડાંગરની રોપણીમાં જોતરાયા

ધોધમાર વરસાદ પડતા ગારદા અને મોટા જાંબુડા વચ્ચેથી પસાર થતી મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં રવિવારે ભાતે બરસદ ખાબકતા ધરતીપુત્રોમાં ખુશી વ્યાપી છે જેમાં ખાસ કરીને ડેડીયાપાડાનાં ગાળદા, ખામ, ભૂતબેડા મોટા જાંબુડા, મંડાળા, ખાબજી, અલ્માવાડી સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડતા ગારદા અને મોટા જાંબુડા વચ્ચેથી પસાર થતી મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો હતો,તેમજ રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યુ હતું,  અને ખેતરોમાં પણ પાણી ભરાયાં હતા, જેના કારણે ધરતી પુત્રોમાં ખુશીની લહેર જોવા મળી હતી. તેમજ અનેક ગામડાઓમાં લોકો ડાંગર ની રોપણીમાં જોતરાયા હતા.

(11:17 pm IST)