Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ભરૂચ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ.બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમાં ભાજપના સુનિલ પટેલે હેટ્રીક મારી

(ભરત શાહ દ્વારા)  ભરૂચ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ.બેન્ક નાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમાં કુલ ૨૧ સીટ બિનહરીફ થયાં બાદ બે બેઠકો ઉપર રસાકસી વાળી ચૂંટણી યોજાઇ હતી તે પૈકી રાજપીપળાની જુથ ૧૧ ની બેઠક માટે નર્મદા જિલ્લા ભાજપનાં યુવા આગેવાન અને ગુજકોમાસોલનાં ડિરેક્ટર સુનિલભાઇ પટેલ એ સતત ત્રીજી વાર જીત મેળવી હેટ્રિક મારી હતી આમ આ ચૂંટણીમાં નર્મદા જિલ્લા નાં મતદારો એ સુનિલભાઇ પટેલ ને સતત ત્રીજી વાર જીત અપાવી હતી.

(11:15 pm IST)