Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

યુવતીના ગર્ભને મારી રહેલી એક મહિલાની ઓળખ થઈ

મહીસાગરના સંતરામપુરની ઘટનામાં પોલીસના પગલાં : સંતરામપુર પોલીસે વીડિયોના આધારે તેમાં ગર્ભપાત કરતી દેખાઈ રહેલ ચાર મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી

મહીસાગર, તા.૧૮ : ગઈકાલે મહીસાગરના સંતરામપુરમા યુવતીનું ગેરકાયદેસર રીતે અંધારામાં થતા ગર્ભપાતનો ખેલ ઉઘાડો પાડ્યો છે સંદર્ભે વીડિયો સામે આવતા તપાસના આદેશ અપાયા હતા. ત્યારે સંતરામપુર પોલીસે વીડિયોના આધારે ફરિયાદ તેમાં ગર્ભપાત કરતી દેખાઈ રહેલ ચાર મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જોકે, ચારેય મહિલાની ઓળખ માટે સંતરામપુર પોલીસે તપાસ શરૂ કરી છે. જેાં ચાર પૈકી એક મહિલાની ઓળખ થઈ છે.

અંધારામાં ચાર મહિલાઓ મળીને નાની ઉંમર ધરાવતી યુવતીનાં પેટમાં રહેલા બાળકને મારી રહી હતી. પોલીસ ચારેય મહિલાઓની શોધી રહી છે. ત્યારે તેમાંથી એક મહિલા કાળી સંગડા નામની મહિલા છે. કાળી સંગાડા પ્રિયલ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી મહિલા હોવાનું સામે આવ્યું છે. મહિલા છેલ્લા પંદર વર્ષથી હોસ્પિટલમાં કામ કરી રહી છે. મહિલા આઠ વર્ષથી નજીકમાં મકાન ભાડે રાખીને રહે છે. મહિલાના મકાનમાંથી ગર્ભપાત માટેની દવાઓ પોલીસ તપાસ દરમિયાન મળી આવી છે. નારી અદાલત અને એફએસએલ પણ ગર્ભપાતના સ્થળે પહોંચ્યુ હતુ, અને તમામ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આસપાસના લોકો મામલે ચૂપ રહ્યા હતા.

પોલીસ દ્વારા આસપાસના લોકો ઓળખતા હોય તો જાણ કરવા અપીલ કરાઈ છે. નર્સ તરીકે કામ કરતી મહિલા હાલ હોસ્પિટલમાં રજા પર છે. ત્યારે પોલીસે અન્ય મહિલાઓને શોધવા માટે પણ તપાસનો ધમધાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સંતરામપુરમાં ગર્ભપાતનો બહાર આવેલો કિસ્સો અત્યંત ધૃણાસ્પદ છે. યુવતીનું અમાનવીય રીતે ગર્ભપાત કરવામાં આવ્યું હતું. સંતરામપુર નગરમાં આવેલા એફસીઆઈ ગોડાઉન પાછળના ભાગમાં એક મકાનમાં મહિલાના પેટમાં રહેલા બાળકની હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાના પડઘા ગાઁધીનગર સુધી પહોંચ્યા હતા. અંગે નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, જવાબદારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઇને પણ છોડવામાં આવશે. કિસ્સામાં ઉદાહરણ બેસે તેવી કાર્યવાહી કરવામાં આવશે.

(9:19 pm IST)