Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

નર્સ સાથે રૂપિયા ૧.૨૮ લાખની છેતરપિંડી થઈ

નર્સે નેટ પરથી કસ્ટમર કેર નંબર લીધો હતો : નર્સને મોબાઈલમાં મેસેજ આવ્યો અને સ્ક્રીન શેરીંગ એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું

અમદાવાદ, તા.૧૮ : એક નર્સને બેંકનો કસ્ટમર કેર નંબર ઓનલાઈન શોધવો ભારે પડ્યો. રીતે નંબર લેવા જતા નર્સ સાઈબર ક્રાઈમનો શિકાર બની અને તેની સાથે રૂપિયા .૨૮ લાખની છેતરપિંડી થઈ ગઈ. ઘટનાની વિગત એવી છે કે થલતેજમાં રહેતી અને વ્યવસાયે નર્સ શીબા યાદવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં તેનું ખાતુ છે. તે મહિનાનું બેંક સ્ટેટમેન્ટ નીકાળવા માંગતી હતી. એટલે તે બેંકમાં ગઈ અને તપાસ કરી. ત્યારે શીબાને બેંક તરફથી જવાબ મળ્યો કે, કોવિડ-૧૯ના કારણે ૧૫ મે બાદ તેમને બેંક સ્ટેટમેન્ટ મળશે.

બાદમાં ગઈ મેનાં રોજ તેણે ઈન્ટરનેટ પરથી બેંકનો કસ્ટમર કેર નંબર લીધો. નંબર પર તેણે ફોન કર્યો. તો સામે છેડેથી એક વ્યક્તિએ પાતોની ઓળખ કસ્ટમર કેર એક્ઝિક્યુટીવ તરીકેની આપી અને કહ્યું કે, તે તેમનો અવાજ બરાબર સંભળાતો નથી. એટલે તેણે નર્સને સામેથી કોલ કરવાનું કહ્યું.

બાદમાં એક પ્રાઈવેટ નંબરથી શીબાના મોબાઈલમાં એક મેસેજ આવ્યો અને સ્ક્રીન શેરીંગ એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહેવાયું. પાછી શખ્સે શીબાને કહ્યું કે શું તે -વોલેટ વાપરે છે. ત્યારે શીબાએ કહ્યું કે તે બેંક સ્ટેટમેન્ટ કાઢવા માગે છે. ગમે તેમ કરીને શખ્સે શીબાને વાતોમાં ફસાવી તેની પાસેથી રૂપિયા ૪૯,૨૧૩નું ટ્રાન્જેક્શન કરાવી લીધું. બાદમાં શીબાને ખ્યાલ આવ્યો કે તેના ખાતામાંથી રૂપિયા કપાઈ ગયા છે. એટલે શીબાએ શખ્સને પૂછ્યું કે મારા ખાતામાંથી કેમ રૂપિયા કપાઈ ગયા. ત્યારે શખ્સે જવાબ આપ્યો કે, તમારા રૂપિયા હોલ્ડ પર રાખવામાં આવ્યાં છે. જે તમારા ખાતામાં પાછા જમા થઈ જશે. બાદમાં શીબાના ખાતામાંથી કુલ રૂપિયા ,૨૮,૬૨૪ ઉપાડી લેવામા આવ્યાં. જ્યારે શીબા યાદવે શખ્સને રૂપિયા પરત કરવાનું કહ્યું તો બીજા શખ્સે તેની સાથે સિનિયર કસ્ટમર કેર મેનેજર તરીકેની ઓળખ આપીને વાત કરી અને કહ્યું કે તમારા એચડીએફસીના બેંક ખાતામાં રૂપિયા જમા થઈ જશે. પણ શીબાએ ના પાડી અને શખ્સે ૨૪ કલાકમાં ખાતામાં રૂપિયા જમા થઈ જશે એમ કહ્યું.

બાદમાં શીબાએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે ગયા શુક્રવારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. મહત્વનું છે કે પોલીસ સતત લોકોને સલાહ આપતી આવી છે કે ઓનલાઈન આવા અનેક ફેક કસ્ટમર કેર સર્વિસ નંબર પોસ્ટ કરવામાં આવતા હોય છે. જો તમે જે તે કંપનીનો સંપર્ક કરવા માંગતા હોવ તો તેની ઓફિશિયલી વેબસાઈટ ચકાસો અને ત્યાંથી નંબર લેવાનો આગ્રહ રાખો. રીતે ઓનલાઈન નંબર લેવો ક્યારેક ભારે પડી શકે છે, એવું સાઇબર એક્સપર્ટ્સનું પણ કહેવું છે.

(9:22 pm IST)