Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

વ્યારાના ઘાટા ગામે નજીવી બાબતે પિતાએ કુહાડી ઘા મારી યુવાન પુત્રને પતાવી દીધો

પુત્રે જમવાનું ચુલામાં નાખી દેતા ઉશ્કેરાયેલ પિતાએ કુહાડીના ઘા ઝીક્યાં

 

તાપી જિલ્લાના વ્યારાના ઘાટા ગામમાં નજીવી બાબતે પિતાએ પોતાના ત્રીસ વર્ષના પુત્રને માથા ભાગમાં ઘુહાડીને ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો પારિવારિક તકરાર થતા પુત્રએ જમવાનું ચુલામાં નાખી દેતા ગુસ્સે ભરાયેલા પિતાએ કુહાડીના ઘા મારીને 30 વર્ષના પુત્રની હત્યા કરી દેતા વિસ્તારમાં ચકચાર મચી છે

  ઘાયલ થયેલા પુત્રને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર મામલે કાકરાપાર પોલીસે ફરિયાદ નોધીને હત્યારા પિતાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

 

(12:55 am IST)