Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

બિગ બોસના એજાઝ ખાન વિરૂદ્ધ પાયલ રોહતગીની ફરિયાદ

વિવાદિત વિડિયો પોસ્ટ કરતા અરજી કરી : એજાઝ ખાને મુસ્લિમોના મામલે પાયલ રોહતગીની સામે વાંધાજનક વિડિયો પોસ્ટ કર્યો હતો : શરૂ કરાયેલી તપાસ

અમદાવાદ, તા.૧૯ : સોશ્યલ મીડિયામાં એક વિવાદીત વીડિયો પોસ્ટ કરવા બદલ જાણીતી અભિનેત્રી પાયલ રોહતગીએ બીગ બોસના પૂર્વ સ્પર્ધક અને અમદાવાદના અભિનેતા એજાઝ ખાન વિરૂધ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમબ્રાંચમાં એક અરજી કરી છે, જેના આધારે સાયબર ક્રાઇમના અધિકારીઓએ હવે સમગ્ર મામલામાં આગળની તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં અમદાવાદના અભિનેતા અને બીગ બોસના પૂર્વ સ્પર્ધક એવા એજાજ ખાને સોશિયલ પ્લેટફોર્મ ટિકટિક પર એક વિવાદિત વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે તેના મિત્રને પત્ની પાયલ રોહતગીને લઈને કોમેન્ટ કરી હતી. જેને લઈને રોહતગીએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં એજાઝ ખાન સામે લેખિત ફરિયાદ કરી હતી. શબાના આઝમી અને મુસલમાનો પર પાયલ રોહતગીએ ટિપ્પણી કરી હતી કે મુસલમાન ગોસ, કલેજી, પાયા, ગરમ વસ્તુ ખાશે તો વધારે બાળકો થશે જ. તેના જવાબમાં એજાઝ ખાને એક વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જેની સામે પાયલે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. એજાઝ વીડિયોમાં બોલે છે કે , પહેલા હું પાયલને ભાભી કહેતો હતો કેમ કે તે મારા દોસ્ત મશહૂર પહેલવાન સંગ્રામસિંહની પત્ની છે. પરંતુ હવે નથી. તે એક સી ગ્રેડની એક્ટ્રેસ થઈને શબાના આઝમી જેવી કલાકાર પર કોમેન્ટ કરી રહી છે. પાયલ તું કહે છે કે, મુસલમાન આટલા બાળકો પેદા શું કામ કરે છે.. તો સાંભળ... મુસલમાનો મોટાનું ગોસ ખાશે, પાયા ખાશે, કલેજી-ગુર્દા ખાશે, ગરમ ચીજો ખાશે તો પછી. અત્યારે તો માત્ર ૫૬ દેશમાં જ મુસલમાન છે. કુરાનમાં તો લખ્યું છે કે, એક દિવસ આખી દુનિયામાં મુસલમાન હશે. મુસલમાન હજુ જુલમ સહી રહ્યા છે એક દિવસ જ્વાળામુખીની જેમ ફાટશે તો દુનિયા કલમા વાંચવા લાગશે. ઉલ્લેખનીય છે કે, ૧૦ નવેમ્બર, ૧૯૮૪ના રોજ હૈદરાબાદમાં જન્મેલી પાયલ અમદાવાદમાં મોટી થઈ છે. પાયલ અમદાવાદમાં જ રહીને ભણી છે અને તેણે એલડી એન્જિનિયરિંગમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ફ્રેન્ડ્સના કહેવાથી તેણે મિસ ઈન્ડિયામાં ભાગ લીધો અને તેની મુંબઈ સફર શરૂ થઈ હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પાયલે સારી એવી નામના મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું પરંતુ પોતાના વિરૂધ્ધ આવી વિવાદીત પોસ્ટ સોશ્યલ મીડિયામાં મૂકાવાથી તે નારાજ થઇ હતી અને આખરે તેણીએ સાયબર ક્રાઇમ સમક્ષ અરજી કરી ફરિયાદ નોંધાવી હતી.

(8:21 pm IST)