Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

કપડવંજના ઇસ્લામપુરામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 17 જુગારીઓને રંગે હાથે દબોચ્યા

કપડવંજ:ના ઈસ્લામપુરા વિસ્તારમાં પોલીસે ગઈકાલે સાંજના સુમારે છાપો મારીને વરલી મટકાનો જુગાર લખતાં પાંચ જુગારીઓ કે જેમાં ઐયુબખાન ઉર્ફે ઐયો યુસુફખાન પઠાણ (કપડવંજ), સલમાનખાન ઐયુબખાન ઉર્ફે ઐયો પઠાણ (કપડવંજ), બાબરભાઈ સોમાભાઈ બારૈયા (તલોદ,તા.બાયડ), બુધાભાઈ ડાહ્યાભાઈ પરમાર (કપડવંજ) અને કાંતિભાઈ મહિજીભાઈ ચાવડા (લાલાતેલીના મુવાડા,તા.કપડવંજ)તેમજ આંકડા લખાવવા માટે આવેલ તખાભાઈ બબાભાઈ ઝાલા (વેનીપુરા, તા.કપડવંજ), ભીખાભાઈ ગાંડાભાઈ ચૌહાણ (ચીસકારી,તા.દહેગામ), ભલાભાઈ બાબરભાઈ ચૌહાણ (લેટર,તા.કપડવંજ), રણછોડભાઈ બીજલભાઈ રાવળ (કપડવંજ) અને ગાતાજી શંકરજી પરમાર (વેજલપુર,તા.કપડવંજ)ને ઝડપી પાડીને તેઓની અંગજડતીમાંથી ૧૦,૧૭૦ તેમજ ત્રણ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૨૦૦૦ મળી કુલ રૂ.૧૨,૧૭૦નો મુદ્દામાલ જપ્ત કરીને તમામ વિરૂદ્ઘ જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:30 pm IST)