Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

નડિયાદ પશ્ચિમમાં કિશોરીને પરેશાન કરી અવાર નવાર પોતાની હવસનો શિકાર બનાવનાર નરાધમને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ: પશ્ચિમ વિસ્તારમાં રહેતી અને ધો.૧૧ માં ભણતી એક કિશોરીને તેના જ વિસ્તારનો યુવકે હુ તારા પ્રેમમાં પાગલ છું.... જો તુ મારી સાથે બાઈક પર નહીં બેસુ તો હુ નહેરમાં પડી જિંદગી ટૂંકાવી લઈશની ધમકી આપી નડિયાદ નજીક એક તમાકુની ખરીની બાજુમાં આવેલી ખુલ્લી ઓરડીમાં લઈ જઈ તેની સાથે અવારનવાર જાતિય અત્યાચાર ગુજારવા બદલ નડિયાદની સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. 

મળતી માહિતી મુજબ નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં પવનચક્કી રોડ પર આવેલી એક સોસાયટીમાં મુળ સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ઘાટી ગામનો ડામોર પરિવાર રહે છે. આ પરિવારમાં રહેતો અને પલાણા આઈટીઆઈ માં અભ્યાસ કરતો ૨૪ વર્ષીય દર્શન ઈશ્વરભાઈ ડામોર નામના યુવકના મનમાં આ વિસ્તારમાં જ રહેતી અને ધો ૧૧ માં ભણતી ૧૫ વર્ષીય કિશોરી વસી ગઈ હતી. જેથી તેને પામવા માટે તે પોતાની બાઈક નં જીજે ૦૭ સીકે ૬૮૦૫ લઈને તેના શાળાના જવાના સમયે તેમજ ટ્યુશન જવાના સમયે તેની પાછળ પાછળ જતો હતો. 

(5:29 pm IST)