Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

હિંમતનગર નજીક ખેતી વિભાગના અધિકારીઓએ દરોડા પાડી 600 થેલી યુરિયાનો જથ્થો સિઝ કર્યો

હિંમતનગર: પાસે આવેલા પીપલોદીની સીમમાં આ નીમકોટેડ યુરીયાને અન્ય ખાલી થેલીઓમાં ભરી દઈ તેને ઔધોગિક એકમોને વેચી દેવાના કૌભાંડને ગુરૂવારે સાબરકાંઠા ખેતીવાડી વિભાગના અધિકારીઓએ દરોડો પાડી ૬૦૦ થેલી નીમકોટેડ યુરીયાનો જથ્થો સીઝ કરી એક શખ્સ વિરૂધ્ધ હિંમતનગર એ.ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવાની તજવીજ હાથ ધરી છે અને પકડાયેલા ખાતરના નમુના ટેસ્ટીંગ માટે મોકલવવામાં આવ્યા છે. 

 ગુજરાતમાં રાસાયણિક ખાતરો બનાવતી કંપનીઓ ધ્વારા કેન્દ્ર સરકારના નિયમ મુજબ તેઓ યુરીયા ખાતરનો ખેતી સિવાય અન્ય હેતુ  માટે ઉપયોગ ન થાય તે માટે આ રાસાયણિક ખાતરના દાણા પણ લીમડાના રસનું કોટીંગ કરવાનો નિયમ અમલી બનાવ્યો છે. તેમ છતાં કેટલાક ઔધોગિક એકમો આ નીમકોટેડ યુરીયાને ઉપયોગમાં લે છે જેના લીધે ઘણી વખત જરૂરીયાતના સમયે ખેડુતોને યુરીયા ખાતર લેવા માટે આમથી તેમ ભટકવુ પડે છે.

(5:27 pm IST)