Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ગાંધીનગર જિલ્લામાં ફાર્મ હાઉસમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 32 શકુનિઓને 6.66 લાખના મુદામાલ સાથે ઝડપ્યા

ગાંધીનગર: જિલ્લામાં શ્રાવણ મહિનો શરૂ થયા પહેલા જ જુગારધામ ધમધમી ઉઠયા છે ત્યારે ગાંધીનગર એલસીબીને બાતમી મળી હતી કે સાંતેજના અઢાણા ગામની સીમમાં આવેલા કર્મભુમિ ફાર્મહાઉસમાં મસમોટું જુગારધામ ધમધમી રહયું છે. જે બાતમીના આધારે દરોડો પાડતાં અમદાવાદના ૩ર નબીરા જુગારની બાજી માંડી બેઠેલા ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી ૪.૧૬ લાખની રોકડ અને અન્ય ચીજવસ્તુ મળી કુલ ૬.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

ગાંધીનગર જિલ્લામાં આમ તો શ્રાવણ મહિનામાં જુગારની પ્રવૃતિ વધી જતી હોય છે પરંતુ શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલા જ જુગારીઓ સક્રિય થઈ ગયા છે. ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ એલસીબી પીઆઈ નીરજ પટેલને સૂચના આપી હતી કે જિલ્લાના વિસ્તારોમાં પેટ્રોલીંગ કરીને ખાસ કરી ફાર્મહાઉસોમાં પણ તપાસ કરવામાં આવે. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અઢાણા ગામની સીમમાં આવેલા કર્મભુમિ ફાર્મહાઉસમાં ભાવિક પારેખ નામનો વ્યક્તિ બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડી રહયો છે. 

(5:26 pm IST)