Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

સુરતના રિંગ રોડ પર સાડીની દુકાનમાં કામ કરનાર કર્મચારીએ 1.26 લાખની સાડીના પાર્સલની તફડંચી કરી

સુરત: શહેરના રીંગરોડ સ્થિત રઘુકૂળ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં સાડીની દુકાનમાં કામ કરતા કર્મચારીએ ટ્રાન્સપોર્ટમાં મોકલવા માટે રૂ.1.26 લાખની કિંમતની વર્ક કરેલી સાડીના ત્રણ પાર્સલ પાર્કિંગમાં લિફટ નજીક મુક્યા હતા. જોકે, ત્રણ માસ અગાઉની આ ઘટનામાં કોઈ પાર્સલ ચોરી ગયા બાદ વેપારીએ પોતાની રીતે તપાસ કરી હતી. પરંતુ ક્યાંય ન મળતાં પોલીસમાં કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મગદલ્લા ગામ સુમન શ્વેત ઘર નં.એફ/407માં રહેતો 37 વર્ષીય રવિન્દ્ર શાંતિલાલ બેગાની ( જૈન ) રીંગરોડ રઘુકુળ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં અનુશ્રી સાડીમાં ટ્રાન્સપોર્ટ હેન્ડલીંગનું કામ કરે છે. ગત 25 એપ્રિલના બપોરે ત્રણ વાગ્યે રવિન્દ્રએ ટ્રાન્સપોર્ટમાં મોકલવા માટે રૂ.1,26,231ની કિંમતની વર્ક કરેલી 53 નંગ સાડીઓના ત્રણ પાર્સલ તૈયાર કર્યા હતા અને પાર્કિંગમાં લિફ્ટ નં.15 પાસે મૂક્યા હતા. દરરોજ પાર્સલ લઈ જતો ટેમ્પો ડ્રાઇવર અઝહરુદ્દીન જ્યારે પાર્સલ લેવા ગયો ત્યારે પાર્સલ ત્યાં નજરે ચઢ્યા ન હતા. આથી તેણે રવિન્દ્રને જાણ કરતાં તેણે આજુબાજુ તપાસ કરી હતી પણ પાર્સલ ક્યાંય મળ્યા ન હતા.

(5:23 pm IST)