Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

દિલ્હીથી સ્પેશ્યલ અમદાવાદ ચોરી કરવા આવતી ગેંગ ઝડપાઇઃ ૧પ દિવસ પહેલા ૩પ લાખની ચોરી કર્યાનું ખુલ્યુ

અમદાવાદ: દિલ્લીથી સ્પેશિયલ હવાઈ મારફતે આવતા અમદાવાદમાં અને ચોરી કરતા એક ગેંગને મણિનગર પોલીસે ઝડપી પડી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ દિલ્લીના રેહવાસી છે. તમામ સામે ગત 15 દિવસ  અગાઉ મણીનગર વિસ્તારમાંથી 35 લાખ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ નોધાઇ હતી.

મણિનગરના ચંદ્ર પુનમ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા અને વકીલાત કરતા નયન શાહના ઘરે ગત 15 દિવસ અગાઉ તેમના ઘરે તાળું હતું. દરમિયાન દિલ્લીથી આવેલ ચાર ચોરો તેમના ઘરે ત્રાટક્યા હતા અને તેમના ઘરે રહેલા સોના ચાંદીના દાગીના સહીત રોકડ પૈસા માંડીને કુલ 35 લાખ રૂપિયાની ચોરી કરી હતી. જે અંગેની ફરિયાદ નયન શાહે મણીનગર પોલીસમાં કરી હતી.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે તપાસ કરતા તમામ આરોપીઓ આંતર રાજ્ય ગેંગના હતા. જેના આધારે તપાસ કરતા પોલીસે ભરત ઉર્ફ્ર ગોલુ, રીઝવાન ઉર્ફે દ્ઉવા. ઝાહેદ્ખાન પઠાણ અને શાહનવાઝને દિલ્લીથી ઝડપી પડ્યા હતા. તમામ આરોપીઓ અમદાવાદ ચોરી કરવા માટે બાય ફ્લાઈટ દિલ્લીથી અમદાવાદ આવ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે હાલ ઝડપાયેલા આરોપીઓ પાસેથી 1 લાખ રૂપિયાનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:05 pm IST)