Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

આમરોલી: ખેતરમાં સાપ જોઇ ભડકેલ બળદો ઊંડા કુવામાં ખાબક્યા : એકનું મોત : એકને બહાર કઢાયો

બે બળદ જૂથ જોડેલા હતા : મોટો બળદ મૃત્યુ પામતા ખેડૂત રડી પડ્યો

આમરોલી ગામે ખેતરમા જૂથ જોડેલ બળદ સાપ જોઈ ભડકતા કુવામાં પડતા એક બળદનું મોત થયું હતું જયારે એક બળદને રેસ્ક્યુ કરી બહાર કઢાયો હતો ૭૦ ફૂટ ઊંડા કુવામાં હલકડા જોડેલ બળદ પડયા જેમાં મોટો બળદ મૃત્યુ પામતા ખેડૂત રડી પડ્યો હતો

 આ અંગેની વિગત મુજબ નસવાડીના આમરોલી ગામે યાસીન ભાઈ દીવાનના ખેતરમાં બે બળદ જૂથ જોડેલ હતા સાંજના સમયે ચાકર જૂથ લઈ ઘરે પરત ફરતો હતો તે સમયે બળદ અચાનક સાપને જોઈ ભડકતા બંન્ને બળદ હલકડા સાથે કુવામાં પડ્યા હતા. કુવામાં પડતા લોકોએ દોડી આવી ટ્રેકટર અને મોટા દોરડા લાવી એક બળદ ને રેસ્ક્યુ કરી બહાર કાઢયો હતો. જ્યારે બીજો બળદ મૃત્યુ પામેલ હતો

  ખેડૂતનો મોટો બળદ મૃત્યુ પામતા ખેડૂત ચોધાર આસુંએ રડ્યો હતો.૧૦૦થી વધુ ગ્રામજનો દોરડા થી બળદને ખેંચીને બહાર કાઠયો હતો. ચાર ગ્રામજનો કુવામાં ઉતર્યા હતા. રાતના નવ કલાકે કુવામાંથી બળદને બહાર કાઢવામાં સફળતા મળી હતી. નસવાડી તાલુકામા બનેલ આ આકસ્મિક ઘટના લઈ ખેડૂતને વહીવટી તંત્ર નિયમ મુજબ ની સહાય કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે

(1:31 pm IST)