Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

કાંકરિયા એડ્વેન્ચરપાર્ક દુર્ઘટનામાં મોટો ઘટસ્ફોટ : ડિસ્કવરી રાઇડનું લાયસન્સ બોગસ હોવાનું ખુલ્યું

ઉપજાવી કાઢેલું લાયસન્સ જોડીને 25 રાઇડને મંજૂરી આપી દેવાઈ

અમદાવાદ: અમદાવાદનાં કાંકરિયામાં એડવન્ચર પાર્કમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી આ મામલામાં મોટો ખુલાસો થયો છે.એડવેન્ચક પાર્કમાં વિવિધ પ્રકારની 24 રાઈડ ચલાવવાની મંજૂરી આપતું સંયુક્ત લાઇસન્સ અપાયું હતું જેમાં રાઈડના સંચાલકો અને લાઇસન્સ માટે સંબંધિત દરેક વિભાગના અધિકારીઓની મીઠી નજર હેઠળ ડિસ્કવરી રાઈડનું ઉપજાવી કાઢેલું લાઇસન્સ ઘુસાડીને 25 રાઈડને મંજુરી આપી દેવાઈ હતી

  મળતી માહિતી મુજબ કાંકરિયા એડવેન્ચરમાં ભ્રષ્ટાચારને કારણે મોટી દુર્ઘટના બની હતી તે એએડવેન્ચર પાર્કને વિવિધ પ્રકારની 24 રાઈડ ચલાવવાની મંજૂરી આપતું સંયુક્ત લાઇસન્સ અપાયેલું હતું. રાઇડનાં સંચાલકો અને લાઇસન્સ માટે સંબંધિત વિભાગના અધિકારીઓની રહેમ નજરનાં કારણે જ 25મી એટલે ડિસ્કવરી રાઇડનું લાઇસન્ય પ્રગટ થઇ ગયું હતું.

  બીજીતરફ રાઇડનાં સંચાલક ઘનશ્યાન પટેલનાં સંબંધી યશ ઉર્ફે લાલો પટેલ પાસે કોઇ સંબંધિત ડિગ્રી ન હોવાછતાં તેની સહીનું બોગસ લાઇસન્સ સર્ટિફિકેટ દસ્તાવેજોમાં જોડી દેવામાં આવ્યાં હતું. જેની ચકાસણી કોર્પોરેશનનાં જવાબદાર અધિકારી આર.કે.સાહુએ પણ કરી ન હતી.

(12:21 pm IST)