Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

સ્મૃતિ ઈરાનીની ગ્રાન્ટના દુરુપયોગનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો: જવાબદાર અધિકારી સામે ફોજદારી કરવા રીટ

ગ્રાન્ટનો આણંદ જિલ્લામાં દુરૃપયોગથયાનો આક્ષેપ સાથેની રિટમાં ફોજદારી,ખાતાકીય અને દીવાની કાર્યવાહીની માંગ

અમદાવાદ :રાજ્ય સભાના તત્કાલિન સાંસદ સ્મૃતિ ઇરાનીની ગ્રાન્ટનો કથિત દુરુપયોગનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો છે ગ્રાન્ટનો આણંદ જિલ્લામાં દુરૃપયોગ થયો હોવાનો આક્ષેપ સાથેની જાહેરહિતની રિટમાં અરજદાર દ્વારા આ કેસમાં જવાબદાર ત્રણ અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની માગણી કરાઈ છે

  અરજદાર દ્વારા રજૂઆત કરાઈ છે કે સરકારી અધિકારીઓ જ સરકારી ગ્રાન્ટનો દુરૃપયોગ કરે તેવા કિસ્સામાં ત્રણ પ્રકારે કાર્યવાહી કરવાની હોય છે. ફોજદારી કાર્યવાહી, ખાતાકીય કાર્યવાહી અને દીવાની કાર્યવાહી એટલે કે ગુરૃપયોગ કરાયેલી રકમ રિકવર કરવાની કામગીરી. સરકારે હજુ સુધી ખાતાકીય કાર્યવાહી અને રકમ રિકવર કરવાની કાર્યવાહી જ હાથ ધરી છે. તેમાં પણ કૌભાંડ બહાર આવ્યાના દોઢ વર્ષ બાદ આ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની મંજૂરી સરકારે આપી હતી. સરકાર શા માટે ફોજદારી કાર્યવાહી કરવામાં વિલંબ કરી રહી છે તે જાણવું જરૃરી છે.
   અગાઉ રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, આ કેસમાં આણંદના ડિસ્ટ્રીક્ટ પ્લાનિંગ ઓફિસર સી.આર. બીરાઇ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ.ડી. રાઠોડ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ હિના ડી. પટેલ સામે ખાતાકીય કાર્યવાહી આરંભી ચાર્જશીટ કરવામાં આવી છે. આ ઉપરાંત સંસ્થાઓને કામગીરીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેમના ચાર બેન્ક ખાતા સીઝ કરવામાં આવ્યા છે. તેમની પાસેથી લેણી નીકળતી રકમની વસૂલાત માટે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે

(11:42 pm IST)