Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

મોડાસા તાલુકાની શાળાઓમાં મધ્યાન ભોજનમાં લોલંલોલ દોઢ મહિનાથી દાળનો જથ્થો આવ્યો નથી ;અનેકવિધ ચર્ચા

તાલુકાની અનેક શાળાઓમાં દાળનો જથ્થો નહિ આવતાં વાલીઓમાં આશંકા

મોડાસા તાલુકાની શાળાઓમાં મધ્યાન ભોજનમાં લોલંલોલ ચાલતું હોવાનું ચર્ચાઈ છે તાલુકાની શાળાઓમાં છેલ્લા કેટલાય દિવસોથી દાળનો જથ્થો આવ્યો જ નથી. દાળ વગરનો આહાર લેતાં બાળકોને પ્રોટીનની ઉણપ થતી હોવાના સવાલો થયા છે. મામલતદાર કચેરીની એમડીએમ શાખા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

  પ્રાથમિક શાળાઓના નવીન સત્રને શરૂ થયાને દોઢ મહિનો વીતવા આવ્યો છે. તેમ છતાં મોડાસા તાલુકાની શાળાઓમાં દાળનો જથ્થો ગયો નથી. ચણા,તુવેર,મગ સહીત દાળનો જથ્થો મધ્યાહન ભોજનના સંચાલકોને અગાઉ સમયસર મળતો હતો. જેથી તાલુકાની અનેક શાળાઓમાં દાળનો જથ્થો નહિ આવતાં વાલીઓમાં આશંકા ઉભી થઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન સંચાલકોની બેદરકારી સામે નોટિસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

(1:47 pm IST)