Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

આગામી 24 કલાકમાં રાજ્યભરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે :મધ્યગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે

અમદાવાદઃ આગામી 24 કલાકમાં રાજ્યભરમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ભાવનગર, બોટાદ સહિતનાં પંથકોમાં વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.

  મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ અને દાહોદ સહિતનાં પંથકમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણમાં નવસારી, વલસાડ, દમણ સહિતનાં દરિયાઈ વિસ્તારોમાં પણ ભારે વરસાદની પડવાની શક્યતા સેવાઇ રહી છે. જેને પગલે તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના અપાઇ છે

(10:21 pm IST)