Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

BAPS ના વડા મહંત સ્વામીની તબિયત નાદુરસ્ત : હરિભક્તોમાં ઘેરી ચિંતા

ઋતુ પરિવર્તનને કારણે નબળાઈ અને તાવ, શરદી-કફ થતા આણંદમાં આરામ ફરમાવતા હોવાના અહેવાલ: અમદાવાદથી તબીબોની ટીમ દોડી

અમદાવાદ : બીએપીએસના વડા મહંત સ્વામીની તબિયત નાદુરસ્ત થયાના હેવાલથી હરિભક્તોમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી છે જો કે ઋતુપરિવર્તન અને વિચરણને કારણે શારીરિક નબળાઈને લીધે તેમને તાવ તથા શરદી-કફ થયો હોવાનુ માહિતગાર સૂત્રો દ્વારા જણાવાઈ રહયું છે

 મહંત સ્વામી હાલ આણંદ ખાતે આરામ ફરમાવી રહ્યા છે. તેમની નાદુરસ્ત તબિયતના નિદાન માટે અમદાવાદથી તબીબોની ટીમ આણંદ પહોંચતા તર્કવિતકો થવા લાગ્યા હતા. તબીબીઓએ તેમને આરામ કરવાની સલાહ આપી છે અને સાંજના સમયે વિચરણ ન કરવાનો આગ્રહ કર્યો છે.

   આ સમગ્ર બાબત વિષે 'બીએપીએસ સંસ્થા" દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી

(9:01 pm IST)
  • બનાસકાંઠા, અંબાજી, મહેસાણા, પાટણમાં ધીમી ધારે સચરાચર વરસાદની શરૂઆત access_time 8:50 pm IST

  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST