Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

વિજાપુરમાં સાઈડ આપવાની બાબતે બે માથાભારે શખ્સોએ યુવકનું અપહરણ કર્યું

મહેસાણા:વિજાપુર પંથકમાં ગેરકાયદે રેતી ચોરીનો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે તેમજ ભૂમાફીયાઓની મદદથી બેફામ બની દાદાગીરી કરી અને મોટા ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પણ જાહેરમાં મારામારી કરી ગુના આચરી રહ્યા છે. ત્યાર આવી જ એક ઘટના વિજાપુરના સંઘપુર પાસે બનવા પામી છે.

જેમાં સંઘપુર ત્રણ રસ્તા પાસે એક વાહન ચાલકને સાઈડ આપવા મામલે મારામારી કરી અપહરણ કર્યાનું ખુલવા પામ્યુ છે. જો કે વિજાપુર પોલીસે ૬ દિવસ બાદ અપહરણકર્યાની ફરીયાદ નોંધતા પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં જણાઈ રહી છે.

 રાઠોડ દલપતસિહ ઉર્ફે કનુભા પૃથ્વીસિહ ઉ.વ.પર રહે. જુના સંઘપુર હનુમાનજીના મંદીર પાસેના ઓએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો દીકરો કલ્પેશસિહ તા.૧૧/૦૭/૧૮ ના રોજ રાત્રે ૧-૩૦ કલાકે ગાડી લઈ ઘરે આવી રહ્યા હતા ત્યારે સંઘપુર ગામની સીમમાં ત્રણ રસ્તા વડલા નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં રાઠોડ હરજીતસિહ અભેસીહ તથા રાઠોડ નરેન્દ્રસીહ નિકુલસિહ બંને જણા રેતી ભરેલ ગાડીઓ રસ્તા વચ્ચે મુકી  હતી. જેથી કલ્પેશસિહ તેમની ગાડીઓમાં સાઈડમાં મુકવાનુ કહેતા સાઈડ પર ન મુકી સાઈડ ન આપી ઉશ્કેરાઈ ઝઘડો કર્યો હતો. ત્યારબાદ  ગાડીમાં અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ ૬ દિવસ બાદ નોંધવામાં આવી છે.

(5:26 pm IST)