Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

પ્રાતીજ્માં એકજ સોસાયટીમાં બે મકાનના તાળા તૂટ્યા

પ્રાંતિજ: એપ્રોચરોડ ઉપર આવેલી અષ્ટ વિનાયક સોસાયટીમાં રાત્રીના સમયે ત્રસ્કરો ત્રાટકયા હતા અને સોસાયટીમાં પ્રવેશ કરી બે મકાનમાંથી  ૧.૦૫ લાખ રોકડા, બે મોબાઇલ એક લેપટોપ સહિતની મતાની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા આ મામલે ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલી અષ્ટ વિનાયક સોસાયટીમાં રાત્રીના સમયે  તસ્કરો દ્વારા સોસાયટીમાં પ્રવેશ કરી સોસાયટી માં તૈયાર થયેલ સેમ્પલ હાઉસમાં રહેતાં કામદારો તથા મકાનમાં આવેલી ઓફિસમાંથી  મકાનની ઉપર ની સાઇડ થી  પ્રવેશ કરી  કામદારોના થેલાઓ અસ્તવ્યસ્ત કરી જુદા-જુદા થેલાઓમા મુકેલા ૭૦ હજાર તથા ૩૫ હજાર કુલ ૧.૦૫ લાખ તથા બે મોબાઇલ તથા ઓફિસનું લેપટોપ ચોરી ગયા હતા અને  બે બાઇકમાંથી પેટ્રોલ કાઢી અજાણ્યા શખ્સો પલાયન થઇ ગયા હતા. આ મામલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:25 pm IST)