Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ડો. જીતેન્દ્ર અઢીયાનું નવલું નઝરાણું : અમદાવાદમાં 'અઢિયા એકેડમી'નો શુભારંભ

'પ્રેરણાનું ઝરણું'ના લેખક અને માઈન્ડ - ટ્રેનર તરીકે દુનિયાભરમાં નામના ધરાવતા : આ મહિને સબ કોન્સીયસમ, ઈન્ડએકટીવેશન, લીડરશીપ, પબ્લિક સ્પીકીંગ, ઈ.એફ.ટી., એન.એલ.પી. જેવા પ્રોગ્રામ્સ થશે

રાજકોટ, તા. ૧૯ : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત માઈન્ડ ટ્રેનર અને લાઈફ કોચ ડો. જીતેન્દ્ર અઢિયા (મો. ૯૮૨૫૧ ૬૬૮૮૮) દ્વારા તેમના ડ્રીમ પ્રોજેકટ સમા મોડેલ ટ્રેનિંગ સેન્ટર 'અઢિયા એકેડમી'નો તાજેતરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદના વૈષ્નોદેવી સર્કલ નજીક શુભારંભ થયો હતો.

ડાઙ્ખકટર તરીકે એમ.ડી. ની ડીગ્રી ધરાવતા અને ગુજરાતની સૌથી વધુ વેચાયેલી પુસ્તક 'પ્રેરણાનું ઝરણું'ના લેખક તેમજ સૌથી વિશ્વસનીય માઈન્ડ ટ્રેનર તરીકે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતા ડો. જીતેન્દ્ર અઢિયાએ અમદાવાદ ખાતે એમનું નવલું નજરાણું 'અઢિયા એકેડમી' ખુલ્લું મૂકતાં જણાવ્યું હતું કે હવેના સમયમાં ટ્રેનિંગ વગર નથી જ ચાલવાનું. જે લોકો પોતાની જાતને - અને જે પેઢી કે કંપની પોતાના કર્મચારીઓને - નિરંતર ટ્રેનિંગ નહીં આપે એ આ સ્પર્ધાત્મક વાતાવરણમાં પાછળ રહી જશે.  આપણે ઘણા એવા લોકો કે કંપની જોઈએ છીએ જે બીજા કરતા વધુ મેહનત કરે છે પણ છતાં માર્કેટમાં એમની કિંમત નથી હોતી.  કારણકે મહેનતની સાથે-સાથે સમયની માગ મુજબ પોતાની જાતને અને કર્મચારીઓને ટ્રેન કરતા રહેવું હવે આવશ્યક બની ગયું છે.  પણ કેવા પ્રકારની ટ્રેનિંગ લેવી અને કયાંથી લેવી એવો પ્રશ્ન સતત લોકોને સતાવતો રહે છે.  આજે માર્કેટમાં ટ્રેનર તો ઘણા છે, પણ સૌની ગુણવત્ત્।ા, વિવિધતા અને વિશ્વસનીયતા જુદી જ રહેવાની.  આ મૂંઝવણભરી સ્થિતિમાં લોકોને મદદરૂપ થવા અને એક સચોટ સમાધાન આપવા જ 'અઢિયા એકેડમી'ની શરૂઆત કરેલ છે, જેનો જરૂરથી સૌએ લાભ લેવો જોઈએ.

આ પ્રસંગે 'અઢિયા એકેડમી'ના ટ્રેનિંગ હેડ વિનીત કુમાર ઓઝા (માઈન્ડ વેલનેસ એન્જીનીયર) કે જેઓ એન.એલ.પી. વિષયના નિષ્ણાંત છે અને બિઝનેસમેનો તેમજ કોર્પોરેટ એમ્પ્લોયીને ટ્રેનિંગ આપવાનો બહોળો અનુભવ ધરાવે છે, તેમણે વિશેષ માહિતી આપતાં જણાવ્યું કે 'અઢિયા એકેડમી' એક કંપ્લીટ ટ્રેનિંગ સોલ્યુશન આપતી એકેડમી છે, જે બિઝનેસમેન, કોર્પોરેટ એમ્પ્લોયી, પ્રોફેશનલ્સ, વર્કિંગ વુમન, હાઉઝ વાઈફ્સ, વિદ્યાર્થીઓ વગેરે તમામ વર્ગ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ ધરાવે છે.  આવા તમામ પ્રોગામ અઢિયા એકેડમી ખાતે શરુ થઇ રહ્યા છે, જેમાં આ મહિને સબ-કોન્સિયસ માઈન્ડ એકટીવેશન, લીડરશીપ, પબ્લિક સ્પીકિંગ, ઈ.એફ.ટી., એન.એલ.પી. જેવા અત્યંગ ઉપયોગી પ્રોગ્રામ્સ થવાના છે.  એટલું જ નહીં, 'અઢિયા એકેડમી' અમદાવાદ શહેર તેમજ આસપાસની મોટી સ્કૂલ-કોલેજો સાથે જોડાણ કરી રહી છે જેમાં તેમના ટીચર્સ, પ્રોફેસર્સ એન્ડ સ્ટુડેન્ટ્સને વિવિધ ટ્રેનિંગ આપવાનો પ્રોજેકટ છે.  જેના અંતર્ગત હાલમાં 'સાલ એજયુકેશન કેમ્પસ' (એન્જીનયરીંગ, મેનેજમેન્ટ કોલેજ વિ.) સાથે જોડાણ થવા જઈ રહ્યું છે.  આવો પ્રોજેકટ કરવા રસ ધરાવનાર બહારગામની સ્કુલ-કોલેજો પણ એકેડમીનો સંપર્ક કરી શકે છે.  કોર્પોરેટ સેકટરની આગવી માગને ધ્યાને લઈને તેમના માટે વિશિષ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ એકેડમી કરી રહી છે, જેના અંતર્ગત એકેડમી ખાતે તેમજ કંપનીમાં જઈને ટ્રેનિંગ આપી શકાય છે, જેનો પણ સૌએ લાભ લેવા અનુરોધ છે.  ડો. અઢિયા હાલમાં 'ઝાયડસ કેડિલા' કંપનીના આશરે ૩૦૦૦ કર્મચારીઓને ટ્રેનિંગ આપવાના  પ્રોજેકટ પર કામ કરી રહ્યાં છે.

વધુ માહિતી માટે 'અઢિયા એકેડમી'ના ઇમેઇલ dradhiaacademy@gmail.com પર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:16 pm IST)
  • દેશના ટોચના સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે મારકૂટ કરવાના મામલે આઠ લોકો સામે ગુન્હો દાખલ :ભાજપ કિશાન મોરચાના પ્રદેશ મંત્રી અનંત તિવારી,ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ પ્રસન્ના મિશ્રા,ભજપના જિલ્લા મહામંત્રી બલરામ ડૂબે,પાકુડના જિલ્લા મંત્રી ગોપી ડૂબે,બજરંગદળના પિન્ટુ મંડળ,અશોક પ્રસાદ,શિવકુમાર સાહા અને બદલ મંડળના નામનો સમાવેશ access_time 1:07 am IST

  • સબરીમાલા મંદિરમાં મહિલાઓને પણ પ્રવેશનો અધિકાર :મંદિર કોઈ ખાનગી મિલકત નથી, તેમાં કોઈપણ જઈ શકે છે: સુપ્રીમની ટિપ્પણી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું છે કે દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી:તે જાહેર સ્થળ છે. જો પુરૂષો જઈ શકે છે તો મહિલાઓને પણ પ્રવેશની અનુમતિ મળવી જોઈએ access_time 12:47 am IST

  • ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે 23 ગામો સંપર્કવિહોણાં:15 કોઝવે પાણીમાં ગરકાઉ access_time 8:50 pm IST