Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ડાંગ જિલ્લામાં સવારથી વરસાદ ચાલુઃ મોસમનો સરેરાશ પપ % વરસાદઃ વઘઇમાં કુલ ૮૮ ઇંચ

આજે સવારે ૬ થી બપોરે ર વાગ્યા સુધીમાં આહવામાં ૩, વઘઇમાં ૪, સાપુતારામાં રાા ઇંચ વરસાદ

રાજકોટ તા. ૧૯: દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં એકધારી મહેર ચાલું છે. આજે પણ સવારથી ઘટાટોપ વાદળો વચ્ચે વરસાદ ચાલું છે. આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીમાં ડાંગ જિલ્લાના આહવામાં ૩ ઇંચ, વધઇમાં ૪ ઇંચ, સુબીરમાં ૧ ઇંચ અને સાપુતારામાં ૨ાા ઇંચ વરસાદ નોંધાયો છે. બપોરે ૩ વાગ્યા આસપાસ પણ વરસાદ ચાલું છે.

ડાંગ જિલ્લો વધુ વરસાદ માટે જાણીતો છે. આ વખતે જિલ્લામાં મોસમનો સરેરાશ પપ ટકા વરસાદ થઇ ગયો છે. વધઇ તાલુકામાં આ વર્ષે ૮૮ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. જે મોસમનો કુલ વરસાદના સરેરાશ ૯૦ ટકા જેટલો વરસાદ થાય છે.(૧.૩૬)

 

(3:47 pm IST)