Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મદિવસ:

સુરત: સુરતની જીવાદોરી સમાન ગણાતી તાપી નદીનો આજે અષાઢ સુદ સાતમના રોજ જન્મદિવસ છે. જેને પગલે તાપી નદીના ઓવારાઓ પર ઉજવણીનો ઉન્માદ જોવા મળશે. શહેરની વિવિધ ર્ધાિમક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને પાલિકાતંત્ર સહિતના વિવિધ સંગઠનો દ્ધારા ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ગુરુવારે વિવિધ ઓવારાઓ પરથી મહાઆરતી, પૂજા-અર્ચના, હવન, ચૂંદડી અર્પણનો દોર જામશે. તેમજ તાપીમાતાના દર્શન માટે શ્રદ્ધાળુઓ, સુરતવાસીઓમાં પણ રીતસરની હોડ જામશે.

શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, એક હજાર યુગે એક કલ્પ થાય છે ત્યારે તાપી માતાના પ્રાગટયને ૨૧ કલ્પ પૂરા થયા છે. તાપીમાતાના પ્રગટ થયા બાદ ગંગા, નર્મદા (રેવા), સરયૂ, ભાષા, સાબરમતી જેવી દેશની મોટી નદીઓ અસ્તિત્વમાં આવી હતી. મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બૈનુલમાં મુલતાઇ મધ્યપ્રદેશમાં અષાઢ સુદ સાતમે તાપીમાતા પ્રગટ થયા હતા.

અનેક કલ્પો પહેલા અસ્તિત્વમાં આવેલી તાપીમૈયાનો પ્રાગટયદિન ગુરુવારે મનાવાશે, જેને પગલે તંત્ર, સંસ્થાઓએ તડામાર તૈયારીઓ કરી દીધી છે.

(10:58 am IST)