Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

2019ની ચૂંટણીમાં હિન્દૂ, મુસ્લિમ,મંદિર, મસ્જિદ અને પાકિસ્તાન જેવા શબ્દો પર પ્રતિબંધ મુકો: હાર્દિક પટેલ

પછી જુઓ મજા. BJPના નેતાઓ શું કહીને વોટ માંગે છે?

અમદાવાદ :પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ટ્વીટ કરીને કહ્યું કે, હું ભાજપ  વિરુદ્ધ એટલા માટે બોલું છું અને પોસ્ટ કરું છું, જેથી આવનારી પેઢીના બાળકો મને એ ન કહે કે જ્યારે દેશ લૂંટાતો હતો, ત્યારે તમે શું કરી રહ્યા હતા.

  હાર્દિક પટેલે કહ્યું કે વર્ષ 2019ની ચૂંટણીમાં બસ 5 શબ્દો હિન્દુ, મુસ્લિમ, મંદિર, મસ્જિદ અને પાકિસ્તાન પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. પછી જુઓ મજા. BJPના નેતાઓ શું કહીને વોટ માંગે છે?

(8:24 pm IST)