Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સમગ્ર રાજ્યમાં મોસમનો 44 ટકા વરસાદ: 13 ડેમ હાઈએલર્ટ જાહેર

અમદાવાદ :મહેસૂલમંત્રી કૌશિક પટેલે માહિતી આપતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં ભારે વરસાદને પગલે સમગ્ર રાજ્યમાં ચાલુ મોસમનો 44 ટકા વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ગુજરાતના 13 ડેમ હાઈએલર્ટ પર અને 12 ડેમમાં ચેતવણી, 5 ડેમ પર એલર્ટ જાહેર કરાયું છે

   રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં વીજળી પડતા 10 તેમજ પાણીમાં ડૂબવાથી 13 સહિત 30 લોકોના મોત થયા છે.

(8:29 pm IST)
  • સબરીમાલા મંદિરમાં મહિલાઓને પણ પ્રવેશનો અધિકાર :મંદિર કોઈ ખાનગી મિલકત નથી, તેમાં કોઈપણ જઈ શકે છે: સુપ્રીમની ટિપ્પણી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું છે કે દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી:તે જાહેર સ્થળ છે. જો પુરૂષો જઈ શકે છે તો મહિલાઓને પણ પ્રવેશની અનુમતિ મળવી જોઈએ access_time 12:47 am IST

  • સાબરકાંઠા: વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોટાળાને લઈને ACBના દરોડા access_time 8:50 pm IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST