Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

પાદરાના તળાવમાં નહાવા પડેલા યુવાન હસમુખ તડવીનું ડૂબી જતા મોત

 

વડોદરાના પાદરામાં તળાવમાં ન્હાવા પડેલાં એક યુવકનું મોત થયું છે. પાદરાનાં લતીપુરા ગામમાં રહેતો 33 વર્ષીય હસમુખ તડવી નામનો યુવક તળાવમાં ન્હાવા પડ્યો હતો. ત્યાર બાદ તે લાપતા થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે ઘટનાનાં પગલે વડોદરાની બચાવ ટુકડી આવી પહોંચી હતી અને યુવકને શોધવા માટે કામગીરી હાથ ધરી છે. તેમજ પોલીસ સહિત પાદરા મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યાં છે.

 પાદર તાલુકાનાં લતીપુરા ગામમાં 33 વર્ષીય એક યુવક પરિવાર સાથે રહે છે. ત્યારે તે યુવક આજે સવારમાં ગામમાં આવેલાં તળાવમાં ન્હાવા પડતાં તે અચાનક ડૂબી ગયો હતો.જો કે, નજરે જોનારાં લોકોએ તો ફાયર બ્રિગેડને જાણ પણ કરી હતી.

ભારે જહેમત બાદ વડોદરા ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં જવાનોએ યુવકને શોધવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે બાદમાં તેની લાશ પણ નીકાળી લેવામાં આવી હતી. અંતે તો પોલીસ સહિત મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.

(12:05 am IST)
  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST

  • બનાસકાંઠા, અંબાજી, મહેસાણા, પાટણમાં ધીમી ધારે સચરાચર વરસાદની શરૂઆત access_time 8:50 pm IST

  • ગ્રેટર નોઈડાના બિલ્ડીંગ ધરાશયી થતા મૃત્યુઆંક આઠ થયો :એનડીઆરએફની ટીમે કાટમાળમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો :મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2 - 2 લાખ અને ઘાયલોને 50 હજારની મદદની જાહેરાત કરી :આ મામલે બે અધિકારીઓને સસપેન્ડ કરી દીધા છે access_time 1:01 am IST