Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ગામડાના યુવાને સોસીયલ મીડિયામાં પોતાનો જ મોર્ફ કરેલો ફોટો લેડીઝ અંડર ગારમેન્ટ પહેરેલા સાથે જોયો

દસક્રોઈ તાલુકાના એક ગામમાં યુવકે અમદાવાદ જિલ્લા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ જિલ્લાના ગામમાં રહેતો યુવાનના મોબાઈલ પર પોતાનો જ મોર્ફ કરેલો ફોટો આવ્યો હતો. જેમાં ચહેરો તેનો અને બાકીનું શરીર મહિલાના અંડર ગારમેન્ટ પહેરેલા હતા. આ અંગે અમદાવાદ જિલ્લા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના એક ગામમાં 20 વર્ષીય યુવક તેના માતા-પિતા સાથે રહે છે અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે અને તેનો ભાઈ બંને તેના પિતાજી ને ખેતી કામમાં મદદ કરાવે છે. આ યુવકનું પોતાનું એક ઇન્સ્ટાગ્રામ આઈડી છે. ગત 14મી મે ના રોજ ઇન્સ્ટાગ્રામ આઈડીની પોસ્ટ તેને ધ્યાને આવી હતી. જેમાં આ યુવકનો ફોટો લેડીઝ અંડર ગારમેન્ટ વાળો બનાવી ઇન્સ્ટાગ્રામ માં મુક્યો હતો. જેથી તે અજાણી વ્યક્તિએ આ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં તેની બદનામી કરતાં આ આઇડી ધારકને યુવકે મેસેજ કર્યો હતો. તું કોણ છે મારી કેમ બદનામી કરે છે તેવો મેસેજ કરતા સામેવાળી વ્યક્તિએ આ યુવકને ગાળો આપી કોઈ અજાણી છોકરી સાથે તેનો ફોટો બનાવી ઇન્સ્ટાગ્રામ ગ્રુપ માં મુક્યો હતો.

આ શખ્સે યુવકના અન્ય મિત્રોને પણ ટેગ કરી યુવકના અશ્લીલ ફોટા બનાવી ઇન્સ્ટાગ્રામ ફેક આઈડી પર અપલોડ કર્યા હતા. આ યુવક ઇન્સ્ટાગ્રામ આઈડી વાળા વ્યક્તિને ઓળખતો ન હોવા છતાં પણ માનસિક તેમજ સામાજિક રીતે બદનામ કરતા યુવકે અમદાવાદ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

(11:54 pm IST)