Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : બે દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી

સાયન્સસિટી, વસ્ત્રાપુર, વેજલપુર, શિવરંજની, જીવરાજપાર્ક, થલતેજ, બોપલ, ઘૂમા, એસજી હાઈવે, સોલા, ગોતા, મણિનગર, સેટેલાઈટ, કાંકરિયામાં ધોધમાર વરસાદ

અમદાવાદ :અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું છે કે રાજયના ઘણા વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં આજે બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે ગરમી બાદ આજે વરસાદ વરસ્તા લોકોમાં રાહત અનુભવી છે. જો કે, છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી રહી હતી. શહેરમાં આજે સાયન્સસિટી, વસ્ત્રાપુર, વેજલપુર, શિવરંજની, જીવરાજપાર્ક, થલતેજ, બોપલ, ઘૂમા, એસજી હાઈવે, સોલા, ગોતા, મણિનગર, સેટેલાઈટ, કાંકરિયામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જયારે સવારે ઘોડાસર, ઈસનપુર, સી.ટી.એમ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બપોરે બાદ એસ.જી હાઈવે, વેજલપુર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

 

રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. શનિવારે સવારે અમદાવાદના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ બપોરે ફરીવાર વરસાદ પડ્યો હતો. સવારે ઘોડાસર, ઈસનપુર, સી.ટી.એમ સહિતના વિસ્તારમાં વરસાદ બાદ, બપોરે એસ.જી હાઈવે, વેજલપુર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શુક્રવારે સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીના 14 કલાકમાં 100થી વધુ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. એવામાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે 2 દિવસ દરમિયાન રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરી છે.

 

હવામાન વિભાગની આગાહી મુજબ, ચોમાસાએ સમગ્ર ગુજરાત રાજ્યને કવર કરી લીધું છે અને હવે ચોમાસું કચ્છ સુધી પહોચ્યું છે. રાજ્યમાં આજે અને આવતીકાલે અનેક જગ્યાએ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકામાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. આ દરમિયાન પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાકની રહી શકે છે

(8:09 pm IST)