Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ચોરોએ ચોંકીને નિશાન બનાવી !!: મેમો બુક, વાયરલેસ સેટ સહિત 8 હજારની મતાની ચોરી

માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ:પોલીસે સમગ્ર મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા

અમદાવાદના શાહિબાગ ખાતે આવેલ ટ્રાફિક ચોકીને ચોરોએ નિશાન બનાવી હતી. ટ્રાફિક બુથમાંથી મેમો બુક, વાયરલેસ સેટ સહિત 8 હજારની મતાની ચોરી થઈ છે. આ બનાવને લઈ માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

એલ.ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ મગનભાઈ શાહીબાગ અંડરબ્રીજ બીટમાં ફરજ બજાવે છે. તેઓ સવારની નોકરી હોવાથી તેઓ ફરજ પર હાજર થયા હતા અને તેમની સાથે ટીઆરબી જવાન પણ હાજર હતા. જો કે, ગતરોજ શુક્રવારની સવારે શાહીબાગ સર્કલ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ ઉપર હતા. ત્યારે અન્ડર બીજ ટ્રાફિક ચોકીનો દરવાજો ખુલ્લો હતો. જેથી ચોકીમાં જઈને તપાસ કરતા એક લોખંડની પેટી જણાઈ આવી નહોતી.

તેઓએ આ તમામ ઘટનાની જાણ પી.એસ.આઇ વી.બી ચૌહાણને કરી હતી. પેટીમાં સરકારી સામાન રાખવામાં આવતો હતો. આ પેટીમાં 2 મેમો બુક હતી. જ્યારે એક સરકારી બુલેટની લોગબુક પણ તેમાં હતી અને સાથે એક સરકારી વાયરલેસ સેટ અને તેનું ચાર્જર હતું. આ તમામ વસ્તુઓ એક પેટીમાં રાખેલી હતી તે પેટી કોઈ અજાણ્યા શખ્શો ચોરી ફરાર થઈ ગયા હતા. જેથી આ અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ તેઓએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ એક જ કરી તપાસ શરૂ કરી છે.

(7:54 pm IST)