Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ગાંધીનગર જિલ્લામાં જાખોરા ગામની સીમમાં દારૂની હેરાફેરી કરતી વેળાએ 96 હજારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ચિલોડા પોલીસે જાખોરા ગામની સીમમાં સુજલામ સુફલામ કેનાલ પાસે કારમાં થઈ રહેલા દારૃના કટીંગ ઉપર દરોડો પાડયો હતો અને બિયરના ૯૬ ટીન કબ્જે કરી ચાર શખ્સોને ઝડપી લઈ કુલ ૯૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ જથ્થો કયાંથી લવાયો હતો તે જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.  

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે અલગ અલગ સ્થળોએ તેનું કટીંગ કરવામાં આવતું હોય છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે જાખોરા ગામની સીમમાં છાલા ગામ તરફ આવતાં રોડ ઉપર સુજલામ સુફલામ કેનાલ ઉપર કેટલાક ઈસમો એક કારમાંથી વિદેશી દારૃ ઉતારીને તેની હેરાફેરી કરે છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં એક કાર મળી હતી અને તેની બાજુમાં નંબર વગરનું બાઈક હતું. કારમાં તપાસ કરતાં તેમાં બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ અહીંથી રામેશ્વર ગટુલાલ બોહાસુનિલકુમાર મણીલાલ ખરાડીઅજીત રમેશજી અતોડા અને મહેન્દ્ર કનકમલ પાંડોર તમામ રહે.રાજસ્થાનને ઝડપી લીધા હતા. ૧૦૦ નંગ જેટલા બીયરના ટીન કાર અને બાઈક અને મોબાઈલ મળી ૯૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને આ બિયરનો જથ્થો કયાંથી લવાયો હતો અને કયાં પહોંચાડવાનો હતો તે જાણવા માટે તપાસ આરંભી છે. 

(5:02 pm IST)